રાજકોટમાં શ્રમિકના ઘરમાં આગ લાગતા દીકરીનું મોત
રાજકોટ, શહેરના કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા દેવ નગર પાસે મોડીરાત્રે એક ઝૂંપડામાં આગજનીનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું હતું. આગજનીના બનાવમાં બે મહિલા સહિત ૭ જેટલા લોકો દાઝી જતાં તેમને સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સારવાર દરમિયાન એક બાળકીનું મોત નિપજયુ હોવાનું પણ સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કુવાડવા રોડ પોલીસ સ્ટેશન પાછળ આવેલા દેવપરા નજીક ગઇકાલે રાત્રીના ઝુપડામાં લાઈટ જતી રહી હોવાથી અજવાળા માટે દીવો શરૂ કર્યો હતો.
પરંતુ દીવો પણ પવનના કારણે બુઝાઈ જતાં પ્રકાશ માટે અન્ય વ્યવસ્થા ઊભી કરવાની ફરજ પડી હતી. જે માટે ચનાભાઈ સોલંકીએ બાઇકમાંથી પેટ્રોલ કાઢ્યું હતું અને ત્યારબાદ શિશો ભરી દીવાસળી સળગાવવા જતાં ભડકો થયો હતો. જાેતજાેતામાં બાળકી સહિત ચાર લોકો આગની ઝપટમાં આવી જતાં તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે કુવાડવા પોલીસ, ફાયરબ્રિગેડ તેમજ ૧૦૮ની ટીમ ને જાણ થતા તાત્કાલિક અસરથી તમામ વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
ચનાભાઈ ભંગાર વીણવાનું કામ કરે છે. તેમજ સારવારમાં રહેલા રૂપાબેન મૃતક બાળકીના માસી છે. તેઓ બહારગામથી બહેનના ઘરે રહેવા આવ્યા હતા. મૃતક એક ભાઈ ચાર બહેનમાં સૌથી નાની હોવાનું સામે આવ્યું છે. આગના કારણે, આજુબાજુના લોકો પણ એકઠા થઇ ગયા હતા. આગજનીના બનાવમાં ઘરવખરી પણ બળીને ખાખ થઇ ગઇ છે.
સમગ્ર મામલે પોલીસ દ્વારા ફોરેન્સીક વિભાગની મદદ પણ લેવામાં આવી છે. ત્યારે ફોરેન્સિકની ટીમ દ્વારા હાલ આગનું કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે. જાેકે, અન્ય એક વાત પણ ચર્ચાઇ રહી છે કે, લાઈટ ન હોવાના કારણે દીવો પ્રગટાવવામાં આવ્યો હતો. જે દિવાના કારણે આગજનીનો બનાવ બન્યો છે. ત્યારે પોલીસ તપાસમાં આગ અંગે સાચું શું કારણ બહાર આવે છે તે જાેવું અતિ મહત્ત્વનું બની રહેશે.SSS