રાજકોટમાં સગાઈ બાદ બે વર્ષ સુધી લગ્ન ન થતાં યુવકે આત્મહત્યા કરી
રાજકોટ: નાની-નાની બાબતોને લઈને લોકો આત્મહત્યા જેવું ગંભીર પગલું ભરતા હોય છે. ત્યારે રાજકોટ શહેરમાં વધુ એક યુવાનના આપઘાતનો બનાવ સામે આવ્યો છે. કોરોનાના કારણે સગાઈ થયેલા યુવકના લગ્ન નક્કી ન થતાં ગળાફાંસો ખાઈ યુવાને જીવનનો અંત આણ્યો હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના પ્રદ્યુમન નગર પોલીસ મથક વિસ્તારમાં આવેલા રુખડિયા પરામાં રહેતા સાગર બાબુભાઈ મકવાણા નામના યુવાને પોતાના ઘરે પંખે દોરડું બાંધી ગળાફાંસો ખાધો હોવાનો બનાવ સામે આવ્યો હતો. જાણવા મળતી વિગત અનુસાર સાગર બે ભાઈઓમાં નાનો ભાઈ હતો તેમજ તે મજૂરી કામ કરી પોતાનું તેમજ પોતાના પરિવારનું આર્થિક ગુજરાન ચલાવતો હતો. સાગરની બે વર્ષ પહેલા હાપા ગામ ખાતે થઈ હતી.
ત્યારે પરિવાર જનોના જણાવ્યા પ્રમાણે મૃતક યુવાનના કોરોનાના કારણે બે વર્ષથી લગ્નની તારીખ નક્કી ન થતાં તે બાબતથી તે કંટાળ્યો હતો. જેના કારણે તેની લાગી આવતા તેને આપઘાત કરી જીવન ટૂંકાવવાનો ર્નિણય લીધો હતો. ત્યારે સમગ્ર બનાવની જાણ પ્રદ્યુમન નગર પોલીસને થતાં પોલીસે જરૂરી પંચનામાની કાર્યવાહી કરી હતી. તો સાથેજ મૃતકની લાશને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ માં આવેલ પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી.
જ્યારે કે અન્ય એક બનાવ તાલુકા પોલીસ મથક વિસ્તારમાં બન્યો હોવાનું સામે આવ્યું છે. તાલુકા પોલીસ મથક વિસ્તારમાં આવેલા કણકોટના વર્ધમાન વિહાર સોસાયટીમાં રહેતા રાજેશ નપુભાઈ મકવાણા નામના યુવાને ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. રાજેશની લાશને ઘરમાં લટકતી જાેતા પરિવારજનો એ તાત્કાલિક અસરથી ૧૦૮ને ફોન કર્યો હતો. ૧૦૮ની ટીમે ઘટના સ્થળ પર પહોંચી યુવાનને મૃત જાહેર કર્યો હતો.
તાલુકા પોલીસની તપાસમાં મૃતક યુવાન મજૂરી કામ કરી પોતાનું અને પોતાના પરિવારનું આર્થિક ગુજરાન ચલાવતો હતો. કોરોનાના કારણે ઘણા સમયથી તે બે રોજગાર હતો. ત્યારે પત્ની અને પુત્રીનું ગુજરાન કઈ રીતે ચલાવવુ તેની સતત ચિંતામાં રહેતો હોવાથી તેને જીવનનો ટૂંકાવવાનો નિર્ધાર કર્યો હતો.
જે અંતર્ગત તેણે ઘરે જ ગાળા ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પોલીસે પરિવાર ની કરેલ પૂછપરછમાં રાજેશ નો મોટો ભાઈ ચંદુભાઇ મકવાણા ૭ મહિના અગાઉ જ ગળાફાંસો ખાઈ મૃત્યુ પામ્યો હતો. આમ, માત્ર ૭ મહિનાના સમયગાળામાં ઘરના બે જેટલા મોભીઓ ને ગુમાવતા ઘરની સ્ત્રીઓ અને બાળકો ના માથે છત છીનવાઈ ગઈ હોઇ તે પ્રકાર નું ચિત્ર સામે આવ્યું છે.