Western Times News

Gujarati News

રાજકોટમાં સિંચાઇ વિભાગે ૧૦૫ કરોડનું બિલ ભરવા નોટીસ ફટકારી

રાજકોટ, રાજકોટ મહાનગરપાલિકાની લોલમલોલ સામે આવી છે. રાજકોટની પ્રજા પાસેથી કરોડો રૂપિયાનો પાણી વેરાની ઉઘરાણી કરતી રાજકોટ મહાનગરપાલીકાને સરકારે પાણીનું બિલ ભરવા નોટીસ ફટકારી છે. સૌની યોજનાથી રાજકોટ શહેરને નર્મદા નિર પૂરૂ પાડવામાં આવે છે, પરંતુ ૨૦૧૭થી અત્યાર સુધીમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નર્મદા નિગમને બિલની ભરપાઇ કરી નથી. જેથી સિંચાઇ વિભાગે ૧૦૫ કરોડ રૂપીયાનું બિલ ભરવા નોટીસ ફટકારી છે.

ઉનાળાના કપરા કાળમાં રાજ્ય સરકારે રાજકોટ શહેરને પીવા માટે નર્મદાનાં નિર પહોંચાડ્યા. આજી અને ન્યારી ડેમમાં નર્મદાનાં નિર ઠાલવવામાં આવતા રાજકોટવાસીઓને પાણી કાપનો સામનો કરવો પડ્યો નથી. રાજકોટ મહાનગરપાલિકાએ રાજકોટવાસીઓનાં ખિસ્સા ખંખેરીને કરોડો રૂપિયાનો પાણી વેરો વસુલ કર્યો છે. પરંતુ પાણી વેરાનાં રૂપીયા સરકારમાં જમા કરાવ્યા નથી.

જી હા, આ અમે નહિં પરંતુ રાજકોટ મહાનગરપાલિકાને સિંચાઇ વિભાગે ફટકારેલી નોટીસ કહી રહી છે. સિંચાઇ વિભાગે ફટકારેલી નોટીસમાં રાજકોટ મહાનગરપાલિકાનું ૧૦૫ કરોડ રૂપિયાનું પાણીનું બિલ બાકી હોવાનું અને ભરપાઇ કરવા કહેવામાં આવ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાનાં વિરોધ પક્ષનાં પૂર્વ નેતા વસરામ સાગઠિયાએ કહ્યું હતું કે, રાજકોટવાસીઓ પાસેથી કરોડો રૂપીયાનો પાણી વેરો વસુલ કરવામાં આવે છે તો સરકારમાં ભરપાઇ કરવા જાેઇએ. પરંતુ આ રૂપીયા ક્યાં ગયા તેની સામે સવાલો ઉઠી રહ્યા છે.

તો બીજી તરફ રાજકોટનાં મેયર ડો પ્રદિપ ડવનું કહેવું છે કે, છેલ્લા ઘણાં વર્ષો થી પાણીનું બિલ ભરવાનું બાકી હોવાથી ચડત બિલ અને વ્યાજ અને પેનલ્ટી લગાવવામાં આવી છે. જેના માટે અમે સરકારમાં અપિલ કરીશું કે વન ટાઇમ સેટલમેન્ટ કરવામાં આવે અને અંદાજીત ૩૩ કરોડ જેવું વ્યાજ અને પેનલ્ટી માફ કરવામાં આવે. જાેકે રાજકોટવાસીઓને પાણી કાપનો સામનો ન કરવો પડે તે માટે ફરી એક વખત નર્મદાનાં નિરની માંગણી કરવામાં આવી છે.

વસરાદ ખેંચાશે તો નર્મદાના નિર રાજકોટવાસીઓને મળે તે માટે આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે.રાજકોટ શહેરના જીવાદોરી સમાન આજીડેમમાં ૩૦ જૂન સુધી ચાલે એટલો જ પાણીનો જથ્થો બચ્યો છે. જ્યારે ન્યારી ડેમમાં પાણી રીજર્વ રાખવામાં આવ્યું છે. જાે વરસાદ ખેંચાય તો ફરી રાજકોટ શહેરને નર્મદા નિર આધારીત રહેવાનો વારો આવી શકે છે.

ત્યારે સિંચાઇ વિભાગ દ્વારા આપવામાં આવેલા બિલ મુજબ આજીડેમ ૧માં ૭૯.૨૬ કરોડ જ્યારે ન્યારી ૧ ડેમનો ૨૫.૯૬ કરોડનું બિલ ભરપાઇ કરવા રાજકોટ મહાનગરપાલીકાને પત્ર લખવામાં આવ્યો છે.
ત્યારે રાજકોટ મહાનગરપાલીકા પ્રજાનાં રૂપીયા ખોટા તાયફાઓ પાછળ ખર્ચવાને બદલે પાણી અને પ્રાથમિક સુવિધાઓ પાછળ વાપરે તેવી માંગ ઉઠી છે.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.