રાજકોટમાં સિટી બસની ટક્કરે પીએસઆઈનું નિધન
રાજકોટ, રાજકોટમાં સિટી બસની ટક્કરે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા પીએસઆઈ નું નિધન થયું છે. ટક્કર લાગતા સ્કૂટર સવાર પીએસઆઇ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જેમણે સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા એચએ અઘામ ગઈકાલે વિકઓફ હોવાથી કામ માટે બહાર નીકળ્યા અને અકસ્માત નો ભોગ બન્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, એચ.એ. અઘામ રાજકોટ પોલીસ વિભાગમાં હેડ ક્વાર્ટરમાં બેન્ડ પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે. ગઈકાલે તેમનો વિક ઓફ હતો. તેથી તેઓ પોતાની સ્કૂટર એક ખાનગી કામ માટે નીકળ્યા હતા. તેઓ રાજકોટના ૧૫૦ ફૂટ રિંગરોડ પર શીતલ પાર્ક ચોકથી ડાબી તરફ ટોઈંગ સ્ટેશન તરફથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પાછળથી આવેલી સિટી બસે તેમને ટક્કર મારી હતી.
આ ટક્કર એટલી જાેરદાર હતી કે, તેમના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનુ મોત નિપજ્યુ હતું. તેમના નિધનથી સહકર્મીઓમાં માતમ છવાયો હતો. તેમના નિધનથી બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. તેમના પરિવારમાં માતમ છવાયો હતો.SSS