રાજકોટમાં સિટી બસ રસ્તા વચ્ચે સળગી ઉઠી બે મુસાફરોનો બચાવ થયો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/01/Rajkot.jpeg)
રાજકોટ, રાજયમાં દિવસેને દિવસે આગના બનાવો વધતાં જાેવા મળી રહ્યા છે . ક્યારેક આ ગંભીર સ્વરૂપ પણ ધારણ કરતી હોય છે . જેમાં અનેક લોકોના મોત પણ થતાં હોય છે ત્યારે એવો જ કિસ્સો સામે આવ્યો છે જેમાં શહેરના ભક્તિનગર સર્કલ નજીક આજે સવારે ૨ મુસાફરો સાથે સવાર સિટી બસમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. જાે કે ડ્રાઈવર અને મુસાફરોની સમયસુચકતાના કારણે મોટી જાનહાની થતા અટકી છે. અને ફાયર વિભાગ દ્વારા તુરંત સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
મળતી માહિતી મુજબ સેલ્ફ મારતા અંદર વાયરિંગમાં શોટસર્કિટ થતા બસમાં આગ લાગી હતી. સાવચેતી સ્વરૂપે આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા બસનો આખો આગળનો ભાગ સળગી ગયો હતો. અને બાજુમાં પડેલ એક્ટિવા મોટર સાયકલ પણ આગની ઝપેટમાં આવી ગયું હતું.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સુરતમા એક ખાનગી બસમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. જેમાં એક પરિણીત યુવતીનુ મોત નિપજ્યુ હતુ. જાેકે, આ બસમાં પણ કેવી રીતે આગ લાગી તે કારણ હજી સામે આવ્યુ નથી. પરંતુ ગુજરાતમાં આગના બનાવો સતત વધી રહ્યાં છે.HS