Western Times News

Gujarati News

રાજકોટમાં ૧૩ વર્ષની કિશોરી પર ૧૨ વર્ષના બે કિશોરોનું સામૂહિક દુષ્કર્મ

Files Photo

રાજકોટ: રાજકોટમાં શર્મસાર થઈ જવાય તેવી ઘટના સામે આવી છે. ૧૩ વર્ષની કિશોરી પર ૧૨ વર્ષના બે કિશોરોએ સામૂહિક દુષ્કર્મ કરવાની ઘટના બની છે. શ્વાનને અગાશી પર રમાડવા લઈ જઈ બંને કિશોરોએ રમત રમતમાં કિશોરી સાથે આ કૃત્ય આચર્યુ હતું. કાલાવડ રોડ પરના એક એપાર્ટમેન્ટમાં બનેલી ઘટનાથી ચકચાર મચી ગઈ છે. ત્યારે મહિલા પોલીસ સુધી સમગ્ર મામલો પહોચ્યો અને ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, કાલાવાડ રોડ પર મોટમવા વિસ્તારમાં એક એપાર્ટમેન્ટ આવેલું છે. જ્યાં એપાર્ટમેન્ટના બાળકો એકબીજા સાથે રમતા હોય છે. ત્યારે ૧૩ વર્ષની એક કિશોરી તેના બે ૧૨-૧૨ વર્ષના કિશોર મિત્રો સાથે રમી રહી હતી. ત્યારે બંને કિશોરોએ કિશોરીને કૂતરા રમાડવા માટે અગાશીમાં બોલાવી હતી. તેથી કિશોરી પોતાના ડોગીને લઈને અગાશી પર પહોંચી હતી.

કિશોરી જ્યારે અગાશી પર પહોંચી તો ૧૨ વર્ષના એક કિશોરે અગાશીનો દરવાજાે બંધ કરી દીધો હતો. બાદમાં બે કિશોરોએ કિશોરી સાથે બળજબરી કરી હતી. તેઓએ કિશોરી પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. બંને કિશોરના સકંજામાંથી છૂટીને કિશોરી પોતાના ઘરે દોડી ગઈ હતી. તેણે પોતાની માતાને સમગ્ર ઘટના વિશે જાણ કરી હતી. જેથી તેની માતા પણ આઘાત પામી હતી.

બાદમાં સમગ્ર મામલો આખા ઘરમા માલૂમ પડ્યો હતો. જેથી માતાપિતા મહિલા પોલીસ સ્ટેશન પહોચ્યા હતા. પોલીસ પણ તરૂણોની આ હરકતથી આશ્ચર્ય પામી હતી. જેથી હવે પોલીસે વધુ માહિતી મેળવીને ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.