રાજકોટમાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના લોકોમાં ૯૦ ટકાથી વધુ એ કોરોનાની રસી લીધી
રાજકોટ: રાજકોટમાં કોરોના ના દોઢ વર્ષમાં બે મોજા સપ્ટેમ્બર અને ગત એપ્રિલ-મે માસમાં આવ્યા છે અને આજ સુધીમાં ૪૨૮૦૦ કેશો નોંધાયા છે અને આજ સુધીમાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના ૮.૯૮ લાખ લોકોએ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લઈ લીધો છે જે જે અન્વયે લોકોમાં એન્ટીબોડી કેટલું આવ્યું તેનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે આજે મહાનગરપાલિકા સૂત્રોએ જણાવ્યું હતું.
મહાનગરપાલિકા અનુસાર રાજકોટમાં અત્યાર સુધીમાં કોરોનાના ૪૨૮૦૦ કેસ નોંધાયા છે જે પૈકી હાલ ૨૧ દર્દીઓ છે તેમાં માત્ર એક દર્દી હોસ્પિટલમાં એડમિટ છે જ્યારે બાકીના ૨૦ તેમના ઘરે જ આઇસોલેટેડ થયા છે. ગત એક સપ્તાહમાં આઠ કેસ નોંધાયા છે અને હાલ હાલ રોજના એક અથવા ઝીરો કેસ નોંધાય છે.