રાજકોટમાં ૫૦૦ જેટલા બાળકો પણ કોરોના સંક્રમિત થયા
રાજકોટ, કોરોનાની આ લહેર બાળકો માટે સૌથી વધુ ખતરનાક છે. બાળકોમાં એટલા ઝડપથી સંક્રમણ વધી રહ્યું છે કે હોસ્પિટલમાં બાળ દર્દીઓ વધી રહ્યાં છે. આવામાં રાજકોટના બાળકોમાં કોરોના સંક્રમણ સૌથી વધુ જાેવા મળ્યું છે. રાજકોટમાં ૫૦૦ જેટલા બાળકો પણ કોરોના સંક્રમિત થયા છે.
છેલ્લા ૧૫ દિવસથી દરરોજ ૨૫ થી ૩૦ બાળકોના ટેસ્ટ પોઝિટિવ આવી રહ્યાં છે. રાજકોટમાં બાળકોમાં કોરોનાનો ચેપ સૌથી વધુ લાગી રહ્યો છે. જેમાં ૬૦ ટકા બાળકો ૫ વર્ષ કરતા નાની ઉંમરના હોવાનું સામે આવ્યું છે. છેલ્લા ૧૫ દિવસથી દરરોજ ૨૫ થી ૩૦ બાળકોના ટેસ્ટ પોઝિટિવ આવી રહ્યાં છે.
છેલ્લાં ૨૪ કલાકમાં સિવિલ હોસ્પિટલમાં ૧૬ અને ખાનગી હોસ્પિટલમાં વધુ ૪ બાળકો સારવાર માટે દાખલ થયા છે. ચોંકાવનારી માહિતી તો એ છે કે, ૨ થી ૭ દિવસના નવજાતને કોરોનાનો ચેપ વધી રહ્યો છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં કોરોનાના બાળ દર્દીઓ વધી રહ્યાં છે.