રાજકોટમાં ૫ લાખની લૂંટમાં ત્રણ શખ્સોના સીસીટીવી ફુટેજ મળ્યા
રાજકોટ,શહેરના રાજનગર ચોક પાસે ગઇકાલે સમી સાંજે એક્ટિવા પર આવેલા ત્રણ શખ્સોએ જંતુનાશક દવાની ફેકટરીમાં કામ કરતા કર્મચારી સાથે ઝઘડનાનું નાટર કરી રૂા.૫ લાખની રોકડ સાથેના એક્ટિવાની લૂંટ ચલાવ્યાની ચકચારી ઘટનાનો ભેદ ઉકેલવા રાતભર સમગ્ર શહેરની પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી છે.લૂંટરાઓએ રેકી કરી લૂંટ ચલાવ્યાની શંકા સાથે સીસીટીવી ફુટેજ મેળવી સઘન તપાસ કરતા એક્ટિવા ગુરૂકુળ બ્રીજ પાસેથી રેઢુ મળી આવ્યું છે.
શહેરમાં ચોર, લૂંટારા અને ગઢીયાઓ પોલીસના ડર વિના ચોરી અને ચીલ ઝડપના બનાવમાં ઉતરોતર વધારો થયો છે ત્યારે ગઇકાલે માયાણી ચોક પાસે દિન દહાડે રૂા.૫ લાખની થયેલી દિલ ધડક લૂંટની ઘટનાથી સનસનાટી મચી ગઇ છે.મવડી વિસ્તારમાં આવેલા ઉદયનગર શેરી નંબર ૧૦માં માધવ એપાર્ટમેન્ટમાં રહેતા અને કોઠારિયા ચોકડી પાસે સહજાનંદ ઇન્ડસ્ટ્રીયલસુફલામ કેપ્સ નામની જંતુનાશક દવાની કંપનીમાં પ્રોડકશન મેનેજર તરીકે નોકરી કરતા વિશાલભાઇ અનિલભાઇ ધોરેચાએ રાજનગર માયાણી ચોક પાસે ત્રણ અજાણ્યા શખ્સોએ લાફા મારી રૂા.૫ લાખની રોકડ સાથેનું એક્ટિવા લઇ ભાગી ગયાની માલવીયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
વિશાલ ધોરેચા ગઇકાલે બપોરે જંતુનાશક દવાની ફેરટરી પર હતો ત્યારે ફેકટરી માલિક યોગેશભાઇ ગોધાણીએ ગોંડલ રોડ પર બોમ્બે હોટલ ચોક પાસે પ્લેનેટ આર્કેટ કોમ્પ્લેક્ષમાં આવેલી એનઆર આંગડીયા પેઢીમાંથી રૂા.૫ લાખનું પાર્સલ લઇ માયાણી ચોકમાં આવેલા બેકબોન કોમ્પ્લેક્ષમાં દવાની બોટલમાં લગાવવાના સ્ટીકર લેવવા મોકલ્યો હતો.વિશાલ ધોડેચા આંગડીયા પેઢીમાંથી રૂા.૫ લાખનું પાર્સલ લઇ માયાણી ચોક પહોચ્યો ત્યારે કાળા કલરના એક્ટિવા પર આવેલા ત્રણ શખ્સો પૈકી બે શખ્સોએ ઝઘડો કરી બે ઝાપટ મારતા વિશાલ ધોડેચાના ચશ્માં પડી જતા તે શોધી રહ્યો હતો.
ત્યારે ત્રણ શખ્સો પૈકી એક શખ્સ વિશાલ ઘોડેચાનું એક્ટિવા લઇ જતો રહ્યો હતો ત્યાર બાદ અન્ય બે શખ્સો પોતાના એક્ટિવા પર ભાગી ગયા અંગેની માલવીયાનગર પોલીસમાં માત્ર ૩૦ જ સેક્ધડમાં ઝઘડાનું નાટક કરી રૂા.૫ લાખની રોકડ સાથેનું પાર્સલની આશરે ૨૫ થી ૩૦ વર્ષની ઉમરના ગુજરાતી ભાષા બોલતા શખ્સોએ લૂંટ ચલાવી ફરાર થઇ જતા ક્રાઇમ બ્રાન્ચ પી.આઇ.વાય.બી. જાડેજા, જે.વી.ધોળા, માલવીયાનગર પી.આઇ. કે.એન.ભુકણ, પી.એસ.આઇ. મહેશ્ર્વરી અને મશરીભાઇ ભેટારીયા સહિતના સ્ટાફ માયાણી ચોકમાં બેકબોન ચોક ખાતે પહોચી સમગ્ર લૂંટની ઘટનાના સીસીટીવી ફુટેજ મેળવી તપાસ કરતા લૂંટારા બંને એક્ટિવા લઇ ગુરૂકુળ બ્રીજ પહોચી વિશાલ ઘોડેચાના એક્ટિવાની ડેકીમાંથી રૂા.૫ લાખનું રોકડ સાથેનું પાર્સલ લઇ એક્ટિવા રેઢુ મુકી ભાગી ગયાના ફુટેજ મળ્યા છે. લૂંટારા ગોંડલ રોડ પરની આંગડીયા પેઢીથી જ વિશાલ ઘોડેચાનો પીછો કરતા આવ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.HS3KP