Western Times News

Gujarati News

રાજકોટવાસીઓએ વેક્સિન લેવા બોગસ ટોકન બનાવ્યા

Files Photo

૧૮ વર્ષથી ઉપરનો યુવાવર્ગ દ્વારા રજિસ્ટ્રેશન ન થતાં બોગસ ટોકનનો કીમિયો અજમાવવામાં આવી રહ્યો છે

રાજકોટ: બોગસ ટોકન બનાવી કોરોના વેક્સીન લેવાનું કારસ્તાન રાજકોટથી ઝડપાયું છે. શહેરના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડીગ કમિટી ચેરમેન પાસે ટોકનની ફરિયાદ પહોંચી હતી. ૧૮ વર્ષથી ઉપરના યુવાવર્ગને રજિસ્ટર્ડ ન થતાં બોગસ ટોકનનો કીમિયો અજમાવવામાં આવી રહ્યો છે. ત્યારે આરોગ્ય વિભાગના કેન્દ્રો પર બોગસ ટોકનની તપાસ કરવા મેયર દ્વારા આદેશ કરાયા છે. હાલ ૧૮ થી વધુ ઉંમરના લોકો માટે વેક્સીનેશન ચાલી રહ્યું છે.

પરંતુ ઓનલાઈન રજિસ્ટ્રેશન બાદ તારીખો મળી નથી રહી. પરંતુ બીજી તરફ રાજકોટમાં વેકસીનેશનમાં વહેલો વારો આવે તે માટે મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. આ માટે બોગસ ટોકનનું કૌભાંડ સામે આવ્યું છે. આરોગ્ય કેન્દ્રોમાં આપતા ટોકન બનાવવા લોકો માટે બહુ આસાન છે. વેક્સીનેશન માટે લાઈનમાં ઉભુ રહેવુ ન પડે તે માટે લોકો આ પ્રકારનો કીમિયો અપનાવી રહ્યાં છે.

ટોકન અંગેની ફરિયાદો વિવિધ વોર્ડમાંથી મળી રહી છે અને આ ફરિયાદને ખુબ જ ગંભીરતાથી લેવામાં આવી છે. સાથે જ ઇસ્ઝ્રના લોગો તેમજ અધિકારીઓની સહીવાળા ટોકન બનાવવા વિચારણા ચાલી રહી છે. સાથે જ મેયર સહિત પદાધીકારીઓએ તાત્કાલીક નવા ટોકન બનાવવા પણ તંત્રને તાકીદ કરી છે. ડો.પ્રદીપ ડવે જણાવ્યું હતું

તેઓ તેમજ અન્ય તમામ પદાધિકારીઓ આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેશે અને લોકોને પડતી મુશ્કેલીઓ જાણી તેનો નિકાલ કરશે. તદઉપરાંત તમામ નગરસેવકોને પણ સૂચના અપાઈ છે. જે તે વોર્ડના નગરસેવક તેમના વોર્ડના આરોગ્ય કેન્દ્રમાં સતત સંપર્કમાં રહેશે. ઉલ્લેખનીય છે કે, વેક્સીન લેવા માટે લાંબી લાઈનો પડે છે. તેથી લોકોને આ પ્રકારની લાઈનમાં ઉભા રહેવુ ન પડે તે માટે તેઓ નકલી ટોકન બનાવી રહ્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.