રાજકોટ-અમદાવાદ હાઈવે પરથી ગાંજાના જથ્થા સાથે ગાયક કલાકાર ઝડપાયો
રાજકોટ SOG પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. જેમાં ગાંજાના જથ્થા સાથે ગાયક-કલાકારને ઝડપી પાડયો છે. પોલીસ પૂછપરછમાં કલાકારે લોકડાઉનના પગલે કાર્યક્રમો બંધ થઈ જતાં ગાંજાની હેરાફેરીમાં હાથ અજમાવ્યો હોવાનું કબૂલ્યું હતું.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, રાજકોટ અસારી અને તેમની ટીમે ચોક્કસ મળેલી બાતમીના આધારે રાજકોટ-અમદાવાદ હાઈવે પર માલિયાસણ ચોકડીથી સોખડા ચોકડી વચ્ચે વાચ ગોઠવી હતી.
આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી બાતમીવાળી કારની તલાશી લેતા તેમાંથી ૧૬.૨૫ કિલોગ્રામનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારચાલકને ઝડપી તેની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ મનિષદાન બાદાણી (ગઢવી) હોવાનું અને તે પોતે ડાયરામાં ગાયક કલાકાર હોવાનું જણાવ્યું હતું.
હાલ પોલીસે આરોપી પાસેથી ૯૭ હજારથી વધુની કિંમતનો ગાંજા,I૨૦ કાર, મોબાઈલ સહિત ૫ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તે પોતે ડાયરામાં ગાયક કલાકાર હોવાનું જણાવ્યું