Western Times News

Gujarati News

રાજકોટ આવી રહેલો ૨૪.૪૯ લાખ રૂપિયાનો દારૂ ઝડપાયો

પ્રતિકાત્મક

મોરબી: મોરબીમાં ઉત્તરાયણ પછી વર્ષની પ્રથમ રેડ આર આર સેલે મહારાષ્ટ્રથી રાજકોટ લઈ જવાતો મોટો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. જેમાં રેન્જ આઈજી સંદીપ સિંઘની સૂચનાથી આર આર સેલના રીડર શાખાના પીઆઈ એમપી વાળને ખાનગી રીતે મળેલી બાતમીના આધારે આર.આર સેલની ટીમે વાંકાનેર બાઉન્ડ્રી નજીક ઢળતી સાંજે વોચ ગોઠવી હતી.

એ દરમ્યાન બંધ બોડીનું કન્ટેનર ટ્રક પસાર થતાં તેને અટકાવ્યું હતું. પોલીસે આ કન્ટેનરની તલાસી લેતા તેના પર ડાક પાર્સલ લખેલું જાેવા મળ્યું હતું

જેમાં તેને સિલ મારેલ હોય પ્રથમ દ્રષ્ટિએ ડાકનું પાર્સલ હોવાનું પોલીસટીમને જણાયું હતું. પરન્તુ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે કન્ટેનરનું સિલ તોડી તપાસ કરતા તેમાંથીરોયલ ચેલેન્જ, મેક ડોનલડ નં.૧ સહિત જુદી જુદી બ્રાન્ડની ૫૩૯ પેટી નંગ ૬૪૬૮ બોટલ વિદેશી દારૂનો જથ્થો કીમત રૂ.૨૪,૪૯,૧૪૦/- અને ટ્રક મળી કુલ કિંમત ૩૯,૫૩,૩૪૦/- કબ્જે કરવામાં આવ્યો હતો. જે દરમ્યાન ટ્રક સાથે ચાલકને પકડી પાડ્યો હતો જેમાં તેનું નામ રઘુવીરસિંગ રામેશ્વર લાલ બિશનોઈ રહે.સીરસા હરિયાણા હોવાનું બહાર આવ્યું હતું.

આ વિદેશી દારૂનો જથ્થો મહારાષ્ટ્ર થી રાજકોટ ખાતે વિદેશી દારૂનો જથ્થો લઈ જવાતો હોવાનું બહાર આવ્યું હતું બાદમાં આરઆર સેલે વાંકાનેર તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં આર આર સેલના રીડર શાખાના પીઆઈ એમ પી વાળાના માર્ગદર્શન હેઠળ રસિકભાઈ પટેલ,શિવરાજભાઈ ખાચર,કુલદીપ સિંહ ચુડાસમા સહિતના સ્ટાફ જાેડાયો હતો.

રાજ્યમાં નવા વર્ષની શરૂઆતે પોલીસે ઝડપી પાડેલો આ જથ્થો સૌથી મોટા જથ્થા તરીકે ઉભરી આવ્યો છે ત્યારે આના સોદાગરો કોણ હશે તે પણ તપાસનો વિષય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.