રાજકોટ એરપોર્ટ પર એરલાઇન્સ સ્ટાફ સહિત 8 ના રિપોર્ટ કોરોના પોઝિટિવ
રાજકોટ : હાલ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોના કેસ વધુ નોંધાઈ રહ્યા છે. ત્યારે જ્યાં દરરોજ સેંકડો મુસાફરોની અવરજવર રહે છે તેવા રાજકોટ એરપોર્ટ પર એરલાઇન્સ સ્ટાફ સહિત 8 લોકો કોરોના સંક્રમિત થયા હોવાનું જાણવા મળે છે.
રાજકોટ એરપોર્ટ પર તમામ પ્રકારની તકેદારી રાખવામાં આવતી હોય છે છતાં 8 કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. હાલ તમામ લોકો ઘરે જ આઇસોલેટ થયા છે અને સારવાર લઈ રહ્યા છે. આ સાથે અન્ય કર્મચારીઓના રિપોર્ટ કરવા ટેસ્ટ કરાયા છે.
હાલ જ્યારે મુંબઈ, દિલ્હી સહિત અનેક રાજ્યોમાં કોરોના ના કેસ વધુ છે ત્યારે લોકો મુસાફરી કરવાનું ટાળે છે. રાજકોટમાં મુંબઈ અને દિલ્હીની એરલાઇન્સ દ્વારા ફ્લાઇટ ઓછી કરાઈ છે તો અમુકએ હાલ શેડ્યુલમાં ફેરફાર કર્યા છે.