Western Times News

Gujarati News

રાજકોટ ખાતે મેડિકલના વિદ્યાર્થીઓની કારને અકસ્માત

રાજકોટ, રાજકોટથી કાલાવડ રોડ પર એસટી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મેટોડા જીઆઈડીસી નજીક અકસ્માત સર્જાતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. અકસ્માતમાં ૩ વિદ્યાર્થીઓના મોત નિપજ્યા છે, તો બે ઈજાગ્રસ્ત થયા છે.

ત્રણેય મૃત વિદ્યાર્થીઓ પારુલ યુનિવર્સિટીના સ્ટુડન્ટ હતા. રાજકોટ હોમિયોપેથિક પારૂલ મેડિકલ કોલેજના સ્ટુડન્ટ ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વિઝિટમાંથી પરત ફરતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના કાલાવાડ રોડ પર મટોડા જીઆઈડીસી પાસે બપોરે એક વાગ્યાના આસપાસ આ અકસ્માત સર્જાયો હતો. એક મોટર કાર અને એસટી વચ્ચે જાેરદાર ટક્કર થઈ હતી.

રાજકોટ થી રજૂણાની એસટી બસ કાલાવડ તરફ જતી આ સામે પુરપાટ ઝડપે આવતી સફેદ કલરની હોન્ડા અમેઝ કાર બસ સાથે અથડાઇ હતી અને કારની ઝડપ વધુ હોવાના કારણે તે બસની નીચેના ભાગમાં ઘુસી ગઇ હતી. કારમાં પાંચ વિદ્યાર્થીઓ સવાર હતા. જે તમામ પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થી હતા.

રાજકોટ હોમિયોપેથિક પારૂલ મેડિકલ કોલેજના સ્ટુડન્ટ ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વિઝિટમાંથી પરત ફરતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં નિશાંત દાવડા, આદર્શ ગોસ્વામી અને ફોરમ ધાગધરીયાના મોત નિપજ્યા છે.

એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત થતા કાર બસની આગળના ભાગમાં અંદર ઘુસી ગઇ હતી જેને બહાર કાઢવા માટે જીસીબીની મદદ લેવી પડી હતી અને જીસીબીની મદદથી કારને બસ નીચેથી બહાર કાઢી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.