રાજકોટ ગેંગ રેપનો ફરાર આરોપી અમરેલીથી ઝડપાયો
અમદાવાદ: સોશિયલ મીડિયાથી રાજકોટની યુવતીના સંપર્કમાં આવ્યા બાદ તેને અમદાવાદ બોલાવીને જુદી જુદી જગ્યાએ ગેંગરેપ આચરવાના કેસમાં ફરાર આરોપી જૈમીન પટેલને ક્રાઈમ બ્રાન્ચે અમરેલીથી ઝડપી પાડ્યો છે.
એમડી ડ્રગ્સ લઈને દુષ્કર્મ આચરવાના ગુનામાં જૈમીન વિરુદ્ધ સરખેજ અને નારણપુરા પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે. જૈમીનની ધરપકડ થયા બાદ આ કેસમાં વધુ ત્રણ આરોપીઓની ધરપકડ થઈ છે.
ક્રાઈમબ્રાન્ચના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગેંગ રેપ કેસમાં કુલ પાંચ આરોપી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં પ્રજ્ઞેશ, જિતેન્દ્રપુરી તથા માલદેવની અગાઉ ધરપકડ થઈ ચૂકી હતી પરંતુ જૈમીન ધરપકડથી બચવા સતત જગ્યા બદલી રહ્યો હતો. આથી તેને પકડવા માટે સાણંદ, સુરત, અમરેલી સહિતના જિલ્લામાં જાળ બીછાવવામાં આવી હતી.
આ દરમિયાન તે અમરેલીના ભંડારિયા ગામમાં હોવાનું માલુમ પડતા તેને પોલીસે ત્યાંથી ઝડપી લીધો હતો.
કેસની વિગતો મુજબ, રાજકોટની યુવતી અમદાવાદના ઈસનપુરમાં રહેતા માલદેવના સંપર્કમાં સોશિયલ મીડિયા દ્વારા આી હતી. આ બાદ માલદેવે તેને કોર્પોરેટ નોકરી અપાવવાની લાલચે અમદાવાદ બોલાવીને આંબાવાડી ખાતેની હોટલના કેફેમાં પ્રજ્ઞેશ અને જિતેન્દ્રપુરી સાથે મુલાકાત કરાવી હતી.
ત્યારબાદ બંને મિત્રોએ આબુમાં કોર્પોરેટ ઈવેન્ટમાં ભાગ લેવાના બહાને લઈ ગયા હતા અને કેફી પદાર્થ પીવડાવીને તેના પર સામુહિક દુષ્કર્મ આચરીને ફોટો અને વીડિયો ઉતારી લીધા હતા. આ બાદ યુવતી ગોવા જતી રહેતા આરોપીઓએ તેને ફોન કરીને રહેવાની વ્યવસ્થા કરી હોવાનું કહીને અમદાવાદ પરત બોલાવી હતી. અને સાઉથ બોપલમાં આવેલા ફલેટમાં રાખી હતી.
બાદમાં પ્રજ્ઞેશ અને માલદેવે નોકરીના બહાને તેને ગાંધીધામની હોટલમાં લઈ ગયા અને ત્યાં આરોપીઓએ એમડી ડ્રગનો નશો કરીને ફરી તેના પર સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. આટલું જ નહીં પાછા ફરતા સમયે માલદેવે બંદૂકની અણીએ ચાલુ કારમાં દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન પેટ્રોલ પંપ પર કામ ઊભી રહેતા યુવતી તેમાંથી ઉતરી ગઈ હતી અને બહેનપણીની મદદથી અમદાવાદ પહોંચી હતી.
અમદાવાદ આવીને તેણે સમગ્ર ઘટના જિતેન્દ્રપુરીને જણાવી, શરૂઆતમાં જિતેન્દ્રએ તેને સાંત્વના આપી અને બાદમાં પ્રજ્ઞેશ, માલદેવ અને જૈમીન સાથે મળીને દુષ્કર્મ આચર્યું હતું. પ્રજ્ઞેશની પત્નીને જાણ થતા તેણે પણ યુવતીનો પાસપોર્ટ અને ૩૦ હજાર લઈ લીધા અને ધમકાવી હતી. જે બાદ યુવતીએ વકીલની સલાહ લઈને ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસે તપાસ હાથ ધરી હતી.