Western Times News

Gujarati News

રાજકોટ-ગોંડલ હાઇવે પર ભરૂડી ટોલનાકા ખાતે ફરી મારામારી

રાજકોટ, રાજકોટ-ગોંડલ હાઇવે પર આવેલું ભરુડી ટોલનાકું ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. આ ટોલનાકું ભૂતકાળમાં કોઈને કોઈ કારણે વિવાદમાં રહ્યું છે. ભરુડી ટોલનાકા ખાતે મારામારીનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક કાર ચાલક ટોલબૂથના કર્મચારી સાથે મારામારી કરે છે.

ગત વર્ષે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ આ ટોલગેટ ખાતે તકરાર કરી હતી. આ ઉપરાંત રાજકોટના પિતા-પુત્રએ ગત વર્ષે ટોલકર્મીને રિવોલ્વર બતાવી હતી. તાજેતરમાં સામે આવેલો વીડિયો ૧૪મી જાન્યુઆરીનો છે. મળતી માહિતી પ્રમાણે ટોલનાકા ખાતે ટોલ ભરવા મુદ્દે કાર ચાલક અને ટોલબૂથના કર્મચારી વચ્ચે બબાલ થઈ હતી.

જે બાદમાં કાર ચાલકે ટોલબૂથના કર્મચારીને માર માર્યો હતો. આ મામલે ટોલનાકા સંચાલકોએ ગોંડલ પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. મળતી માહિતી પ્રમાણે ટોલબૂથના કર્મચારીને માર મારનાર કાર ચાલકનું નામ પ્રહલાદસિંહ ચુડાસમા છે. પ્રહલાદસિંહ ચુડાસમાએ ટોલબૂથના મોહન રાઠવા નામના કર્મચારીને માર મારીને ધમકી આપી હતી.

આ બનાવ રાત્રે ૧૦ઃ૪૧ વાગ્યે બન્યો હતો. બૂથમાં બેઠેલા લોકો પણ બહાર દોડી આવે છે. અંતે લોકો એકઠા થઈ જતાં કર્મચારીને છોડાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગોંડલ-રાજકોટ નેશનલ હાઈવે ભરૂડી ટોલનાકા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.