રાજકોટ-પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂ આપમાં જોડાય તેવી શક્યતા
રાજકોટ, ગુજરાત રાજ્યમાં વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ ને લઈને વિવિધ પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતના રાજકારણમાં છેલ્લા ઘણા સમયથી નેતાઓનો વિવિધ પક્ષમાં પ્રવેશ પણ ચાલી રહ્યો છે. ઘણા પક્ષના નેતાઓ ટીકિટની રાહ જાેઈ રહ્યા છે, તો ઘણા નેતાઓ તેમના પક્ષથી નારાજ છે. ત્યારે આ વચ્ચે એક ચોંકાવનારા અહેવાલ રાજકોટ શહેરથી સામે આવ્યા છે.
રાજકોટ શહેરથી પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુ આમ આદમી પાર્ટીમાં જાેડાય તેવી શક્યતા સામે આવી છે..તેઓને કોંગ્રેસમાં પ્રદેશ માળખામાં સ્થાન અપાયુ છે..પણ તેઓ છેલ્લા કેટલાક સમયથી નિષ્ક્રિય છે. અને હવે તેઓ અને આપના નેતાઓ સંપર્કમાં હોવાની પણ ચર્ચાઓ ચાલી છે. રાજકારણમાં ફરીથી સક્રિય થાય તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતના રાજકારણમાં છેલ્લા ઘણા સમયથી પાટીદાર નેતા નરેશ પટેલ વિશે પણ ચર્ચા સતત પણે ચાલી રહી છે. તેઓ કયા પક્ષમાં જાેડાશે. આ પહેલા કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા જયરાજસિંહ પરમાર ભાજપનો ખેસ ધારણ કર્યો છે. ત્યારે હવે જાેવાનું રહ્યું કે રાજ્યની જનતાનો મિજાજ હવે શું થશે.HS