રાજકોટ પોલીસે બે રીઢા બાઇકચોરને ઝડપી પાડ્યા
રાજકોટ, પોલીસે બે રીઢા બાઇકચોરને પકડી પાડ્યા છે. આ બાઇક ચોર બાઇકની ચોરી કરતા અને બાઇક ચોરી કરીને આજી નદીના પટ્ટમાં છુપાવી દેતા હતા. જાે કે ચોરી કરેલી બાઇક લઇને બહાર નીકળતા જ પોલીસે પકડી પાડ્યા હતા. રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનની પીસીઆરના જવાનો પોલીસ પેટ્રલિંગમાં હતા ત્યારે શંકાસ્પદ બાઇક સાથે બે શખ્સો ત્યાંથી પસાર થયા હતા.
પોલીસે તેને રોકીને પુછપરછ કરતા તેના નામ કરશન ઝખાણિયા અને સંજય સાડમીયા કહ્યું હતું. પોલીસે આ બંન્નેની પુછપરછ કરતા તેઓએ બાઇક ચોરીની કબૂલાત આપી હતી. આ શખ્સોએ બે સગીર સાથે મળીને કુલ ૮ બાઇકની ચોરીની કબુલાત આપી હતી. પોલીસે જ્યારે ચોરી કરાયેલા બાઇક કબ્જે કરવા માટે પહોંચી ત્યારે તમામ બાઇક આજી નદીના પટમાં ખાડો કરીને ઢાંકેલી હાલતમાં મળી આવ્યા હતા.
પોલીસના કહેવા પ્રમાણે આ શખ્સો રીઢા બાઇક ચોર છે. શહેરમાં અલગ અલગ દિવસે ભરાતી ખરીદી બજારોને ટાર્ગેટ બનાવતા હતા. આ શખ્સો અલગ અલગ બજારોમાં જઇને બાઇકની ચોરી કરતા હતા. આ બાઇક આજી નદીના પટ્ટમાં છુપાવી દેતા હતા. પોલીસના કહેવા પ્રમાણે બાઇકચોર રૂપિયા કમાવવા માટે ચોરી કરેલા બાઇક વેંચી નાખતા હોવાનું સામે આવ્યું છે.
હાલ પોલીસે આ શખ્સોની પુછપરછ શરૂ કરી છે. પીસીઆર વાનના પોલીસ જવાનોની સતર્કતાને કારણે બાઇક ચોર ટોળકીનો પર્દાફાશ થયો છે. હાલમાં પોલીસ આ શખ્સો કેટલા સમયથી બાઇક ચોરી કરતા હતા. આ શખ્સો સાથે અન્ય કોઇ સંકળાયેલા છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બાઇક ચોરો દ્વારા હાલ રાજકોટમાં ભારે આતંક મચાવવામાં આવી રહ્યો છે.SSS