રાજકોટ પોલીસ કમિશ્નરની ગાડીને અકસ્માત એકનું મોત
રાજકોટ: રાજકોટ પોલીસ કમિશ્નરની કારને અકસ્માત નડયો છે સાણંદ બાળવા રોડ પરથી પસાર થઇ રહ્યાં હતાં ત્યારે નાની દેવતી ગામ નજીક અકસ્માતની ઘટના બની હતી અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું પોલીલ કમિશ્નર રાજકોટ જઇ રહ્યાં હતાં આ દરમિયાન અકસ્માત નડયો હતો.
મળતી માહિતી અનુસાર રાજકોટના કમિશ્નર મનોજ અગ્રવાલ ગાંધીનગરથી રાજકોટ જઇ રહ્યાં હતાં ત્યારે બાળવાનળા બીસુ ખાન મલેક પોતાની પુત્રવધુને સાસરે મુકવા જઇ રહ્યાં હતાં આ દરમિયાન બાઇક અને કમિશ્નરની સરકારી કાર વચ્ચે ટકકર થઇ હતી અને બીસુને ગંભીર ઇજા થઇ હતી અને તેનું સારવાર દરમિયાન મોત નિપજયુ હતુ બીસુખાન મલેકનો મૃતદેહ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. જયારે પુત્રવધુને ઇજા થતાં તેની સારવાર ચાલી રહી છે.
આ કારને થયેલા અકસ્માત અંગે ચોકકસ કારણો સામે આવ્યા નથી પરંતુ ગ્રામય વિસ્તાર હોવાથી હાઇક સવાર રસ્તો ક્રોસ કરવા જઇ રહ્યો હતો ત્યારે પોલીસ કમિશ્નરની ગાડીને અકસ્માત થયો હોય તેવી શકયતા હાલતો સેવવામાં આવી રહી છે. કમિશ્નરને પણ સામાન્ય ઇજાઓ થઇ છે. પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.