રાજકોટ : પ્રેમલગ્નના અઢી મહિને યુવતીએ ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી
રાજકોટ: રાજકોટના સંતકબીર રોડ પર આર્યનગરમાં રહેતી ઉષાબેન હર્ષદભાઇ ઘેડીયાએ ગઇકાલે સોમવારે તેના ઘરે જ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. વેલેન્ટાઇન ડેના બીજા દિવસે જ યુવતીએ આપઘાત કરતા પરિવારમાં શોકની લાગણી જાેવા મળી છે. તેના લગ્નને હજુ દોઢ માસ જ થયો હતો. મૂળ વિરમગામની વતની ઉષાને સોશિયલ મીડિયાના માધ્યમથી હર્ષદ સાથે પ્રેમ થયો હતો. આ બનાવથી બી ડિવીઝન પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ મૃતકના મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. ઉષાના માતા-પિતાને જાણ કરવામાં આવતા તેઓ પણ રાજકોટ દોડી આવ્યા હતા. તેઓનું નિવેદન નોંધી બી ડિવીઝન પોલીસે ઉષાના પતિ વિરૂદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના સામાકાંઠે સંતકબીર રોડ, આર્યનગર-૧૫માં રહેતી ઉષાબેન હર્ષદભાઇ ઘેડીયા (ઉં.વ.૧૯) નામની નવોઢાએ પોતાના ઘરે છતના હુંકમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો આપઘાત કરી લીધો હતો. બી ડિવીઝન પોલીસે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ઉષાના લગ્નને અઢી માસ થયા હતા. તેનો પતિ હર્ષદ ચાંદી કામની મજૂરી કરે છે, બી ડીવીઝન પોલીસે ઉષાના વિરમગામ રહેતા પિતા પરસોતમભાઇ લલુભાઇ પટેલને જાણ કરતા તેઓ તુરંત જ રાજકોટ દોડી આવ્યા હતા.
ઉષાના આપઘાત અંગે પતિ હર્ષદે જણાવ્યું હતું કે, ઉષા સાથે સોશિયલ મીડિયા પર પરિચય થયો હતો. બાદ અમે બંને વાતચીત કરતા અને હું પણ મળવા જતો હતો. ત્યારબાદ બંનેએ પ્રેમલગ્ન કરવાનું નક્કી કરતા અઢી માસ પહેલા જ લવમેરેજ કરી લીધા હતા. તેમના માતા-પિતા આ લગ્નની વિરૂદ્ધમાં હતા પરંતુ બાદમાં સમાધાન થઇ ગયુ હતું.
પતિ હર્ષદે જણાવ્યું હતું કે, ગઇકાલે મારા ઘરે મારા મોટાભાઇ અને સબંધી આવતા હું અને ઉષા તેમને ઘર નજીક મેઇન રોડ પર મૂકવા ગયા હતા અને સાડા દસ વાગ્યે ઘરે આવીને હું કારખાને જવા નીકળ્યો હતો. ત્યારબાદ એકાદ વાગ્યે હું નિત્ય ક્રમ મુજબ ઘરે જમવા આવ્યો ત્યારે બારણુ બંધ હતું અને અંદર ટીવી ચાલુ હોવાનો અવાજ આવતો હતો. મેં બારણું ખખડાવ્યું પરંતુ અંદરથી કોઇ જવાબ ન મળ્યો. જેથી પાડોશીને બોલાવી દરવાજાે ખોલતા ઉષા લટકતી હાલતમાં જાેવા મળી હતી