રાજકોટ-ભાવનગર હાઇવે પર અકસ્માતમાં બાળકીનું મોત
રાજકોટ, લોકડાઉનમાં અકસ્માતની ઘટનાઓમાં ઘટાડો નોંધાયો હતો પરંતુ, જેવી તેમાં છૂટછાટ મળતી ગઈ તેમ તેમ ફરી અકસ્માતની ઘટનાઓનો રાફડો ફાટી નીકળ્યો છે. આજે રાજકોટ ભાવનગર હાઇવે પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માતમાં ૧૪ વર્ષ દીકરી કોમલનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે.
જ્યારે કે મૃતક દીકરીના માતા-પિતા ભાઈ અને યુટીલીટીમાં બેઠેલા ત્રણ લોકોને ઇજા પહોંચી છે. અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. રાજકોટ ભાવનગર હાઇવે પર અવારનવાર અકસ્માતોની હારમાળા સર્જતી રહેતી હોય છે. ત્યારે ફરી એક વખત રાજકોટ ભાવનગર હાઈવે પર આર.કે યુનિવર્સિટી ના ગેટ ની સામે અકસ્માતનો બનાવ સામે આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ ભાવનગર હાઇવે ઉપર આરકે યુનિવર્સિટીના ગેટની સામે ગઢકા ગામનો પરિવાર વાહનની રાહ જાેતો વૃક્ષ નીચે બેઠો હતો. તેટલામાં જાેતજાેતા યુટિલિટી વૃક્ષ નીચે બેઠેલા પરિવાર તરફ વળી હતી. જે અકસ્માતમાં ૧૪ વર્ષીય દીકરી કોમલનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.