રાજકોટ મનપાએ ૮૦ મકાનો પર બુલડોઝર ફેરવી દીધું
રાજકોટ, રાજકોટ આરએમસીએ ૮૦ જેટલી મિલકતોની ડિમોલેશનની કામગીરી હાથ ધરી હતી. એક વર્ષ પહેલાં આપેલી નોટિસના આધારે આરએમસીએ ૮૦ જેટલી મિલ્કતનું ડિમોલેશન કરી લોકોને બેઘર કર્યા હતાં. જ્યારે RMC ના અધિકારીને મિલકતના માલિક વિશે પૂછવામાં આવ્યું તો તેમને મિલકત કોની હોવાની માહિતી ન હોવાનું જણાવ્યું હતું.
જેથી એવી ફરિયાદ ઉઠી કે આરએમસી દ્વારા બીજાની મિલકતમાં ગેરકાયદે કબ્જાે કરી લીધો છે. શહેરના વોર્ડ નં. ૧૩માં આવેલા ખોડિયારનગરમાં ૮૦ મકાનો પર બુલડોઝર ફેરવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કોઈ અનીચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસનો કાફલો પણ ઉતારી દેવામાં આવ્યો છે.
આ ડિમોલિશનમાં મનપાની ટીપી શાખા,જીવીસીએલ, મનપા વિજિલન્સ અને શહેર પોલીસ પણ જાેડાઈ છે. ખોડિયારનગરમાં ટીપી રોડ પસાર થવાનો હોવાથી ત્યાં ડિમોલિશન હાથ ધરવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઇએ કે, આ ૮૦ મકાનમાં ૧૨૦ પરિવાર રહે છે કે જેઓની ઉપર આભ અને નીચે ધરતી જેવી સ્થતિ જાેવા મળી રહી છે.