Western Times News

Gujarati News

રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફાયરિંગનો બનાવ બન્યો

Files Photo

રાજકોટ, રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફાયરિંગનો બનાવ બન્યો છે. અંહી લાઈસન્સવાળા હથિયારમાંથી ફાયરિંગ કરવામાં આવ્યું છે. ઓટલા પર બેસવા મામલે ફાયરિંગ થયું હોવાનું સામે આવ્યું છે.જાે કે પોલીસે ફાયરિંગ કરનાર શખ્સની ધરપકડ કરી સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આપને જણાવી દઈએ કે, આ અગાઉ ધંધુકામાં ફાયરિંગ વિથ મર્ડરની ઘટના બની હતી. જેમાં કિશન બોળિયાની પર બે રાઉન્ડ ફાયરિંગ કરીને હત્યા કરનારા બે યુવાનોના ચહેરા સામે આવ્યા છે. બાઇક પર આવીને ફાયરિંગ કરનાર આરોપીઓની તસવીર આવી સામે આવી છે. આ અંગે અમદાવાદ ગ્રામ્ય પોલીસસઘન તપાસ કરી રહી છે. જેમાં અમદાવાદ અને મુંબઇના બે મૌલવીઓની પણ સંડોવણી બહાર આવી છે.

આ માંમળે ગૃહ રાજ્યમંત્રી આજે મૃતક કિશનના ઘરે પહોંચ્યા હતા અને તેમના પરિવારને સાંત્વના આપી હતી. તેમણે કહ્યું હતું કે, તેમને ન્યાય અપાવીને જ રહી છશે. કિશનને ન્યાય અપાવવા રાજ્ય સરકાર સક્રીય છે. હત્યારાઓ પાછળ જેટલી શક્તિ લાગેલી છે, તેમને છોડવામાં નહીં આવે.

ગુજરાતમાં આ પ્રકારની ઘટના બીજીવાર ન બને તે પ્રકારનો દાખલો બેસાડવામાં આવશે. અત્યાર સુધીમાં ૫ લોકોની પોલીસે ધરપકડ કરી છે. પુછપરછમા આ વિગત સામે આવી છે. અમદાવાદના એક મૌલવીએ હથીયાર હત્યારાને આપ્યુ હતુ. આ હત્યાકાંડના પડઘા આખા ગુજરાતમાં પડ્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.