રાજકોટ શહેરને નર્મદા નું 300 ક્યુસેક પાણી મળશે
રાજકોટ શહેર ને પીવાનું પાણી પૂરું પાડતા ન્યારી ડેમ માં સૌની યોજના અન્વયે 300 ક્યુસેક પાણી પહોંચાડવા શ્રી વિજય ભાઈ રૂપાણીએ સૂચના આપી છે.
તદનુસાર આજે સવાર થી આ પાણી ધોળી ધજા ડેમ જે ન્યારી થી 120 કી.મી દૂર છે ત્યાંથી 500 ફૂટ જેટલી ઊંચાઈ સુધી પંમ્પિંગ કરીને ન્યારી ડેમ માં પહોંચાડવા કામગીરી શરૂ કરવામાં આવી છે.
સૌની યોજના અંતર્ગત રાજકોટ ના ન્યારી ડેમ માં આપનારું આ પાણી મંગળવારે સવાર સુધીમાં ન્યારી ડેમ માં પહોંચશે. ન્યારી ડેમ મારફત આ પાણી રાજકોટ શહેર ને આપવા નું શરૂ થવાથી પશ્ચિમ રાજકોટના લોકો નાગરિકોની પીવાના પાણી ની સુવિધામાં વધારો થશે