રાજકોટ સિવીલમાં પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાના નામે મોટું કૌભાંડ
રાજકોટની સિવિલમાં ‘નોડલ ઓફીસર’ના નામે મહિને ૩ લાખનો પગાર લેવાનું કૌભાંડ
રાજકોટ, સૌરાષ્ટ્ર અને કચ્છની સૌથી મોટી ગણાતી રાજકોટની સિવીલ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના પીએમજેવાય ના નામે મોટું કૌભાંડ ચાલતું હોવાનું સામે આવ્યું છે. પીએમજેવાયમાં અન્ય હોસ્પિટલમાં જે કામ રૂપિયા ૩૦ હજારમાં થાય છે. તેની સામે રાજકોટ સીવીલમાં નોડલ ઓફીસર નામે ત્રણ તબીબો દર મહીને ૩ લાખનો પગાર લેતા હોવાનું ચર્ચાય છે.
રાજયની અન્ય હોસ્પિટલમાં પીએમજેવાયમાં કયયાંય પણ નોડલ ઓફીસરની કોઈ પોસ્ટ જ નથી. સામાન્ય રીતે નિયમ મુજબ આરએમઓના માર્ગદર્શન હેઠળ પીએમજેવાયમાં આરોગ્ય મીત્રની નિમણુંક કરવામાં આવે છે.
જેમાં બીએચએમએસ અથવા એમબીબીએસ કરેલ કોઈપણને માસીક ૩૦ હજાર રૂપિયાના ફીકસ પગાર પર નિમણુંક આપવામાં આવે છે. પરંતુ છેલ્લા પાંચ વર્ષથી પીએમજેવાય ૩ મેડીકલ ઓફીસર દર મહીને ૩ લાખનો પગાર મેળવે છે. અને છેલ્લા પાંચ વર્ષમાં એક પણ દર્દીને સારવાર કે તપાસ કરવાને લગતી કોઈપણ કામગીરી કરી નથી.
સુત્રોના જણાવ્યા અનુસાર અન્ય સરકારી હોસ્પિટલમાં આ પીએમજેવાયની કામગીરી એએચએ અથવા વહીવટી સ્ટાફ છે. જેમાં પોતાની મુળભુત કામગીરી ઉપરાંત આમ કામગીરી નિભાવવાની હોય છે. જયારે રાજકોટની સિવીલ હોસ્પિટલના આ ત્રણ મેડીકલ ઓફીસરોને કોના આશીર્વાદથી ૩૦ હજારર રૂપિયાની પગારની પોસ્ટ પર નિમણુંક આપીને ૩ લાખ જેટલો તોતીગ પગાર સરકાર પાસેથી મેળવવાની છુટ આપી છે. તે ચર્ચાનો વિષય બન્યો છે.
માત્ર મલાઈ વાળી જગ્યા ઉપર જ ફરજ બજાવવાની ટેવ ધરાવતી આ મેડીકલ ઓફીસર આ અગાઉ પણ વિવાદમાં આવી ચુકયા છે. પીએમજેવાય હોય કે પછી એકાઉન્ટ ઓફીસર તરીકે પણ તેમણે ફરજ બજાવી છે. આ મેડીકલ ઓફીસોર્સે એસીચેમ્બરમાં બેસીને સવાર અને સાંજ પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ સારવાર લેતા દર્દીઓના તેમજ આયુષ્યમાન કાર્ડ અંગેની કામગીરીનું નિરીક્ષણ કરવાનું હોય છે.
જે કામગીરી કોઈપણપ જુનીયર તબીબ અથવા એમબીબીએસ કરેલ વ્યકિત કે પછી બીએચએમએસ પાસ કરનાર ફેસર પણ કરી શકે છે. રાજકોટ સિવાયની રાજયની અન્યય સરકારી હોસ્પિટલમાં મેડીકલ ઓફીસરને આવી કામગીરી સોપવામાં આવી નથી. આ પીએમજેવાયની કામગીરીમાં ન્યિમ મુજબ મેડીકલ ઓફીસરોની જરૂર રહેતી નથી. ત્યાં ફીકસ પગાર આરોગ્ય મિત્રની નિમણુંક કરવાની હોયય છે. ત્યારે રાજકોટ પીએમજેવાયમાં મેડીકલ ઓફીસરોની નોડલ ઓફીસરના નામે તોતીગ પગાર મેળવવા કારસ્તાનમાં કોણ કોણ સંડોવાયેલું છે. તે તપાસ થાય તો બહાર આવી શકે છે.
ઉલ્લેખનીય છેકે પીએમજેવાયમાં નોડલ ઓફીસરનો હોદો ઉભો કરીને તોતીગ પગાર મેળવતાં એક મેડીકલ ઓફીસરે આ પીએમજેવાયમાં દર્દીઓની સારવાર નામે એક જ કંપની પાસેથી ટેન્ડર વિના મેડીકલના સર્જકીલ સાધનો લેવાનું પણ કામ કર્યું છે.
પીએમજેવાયના કાર્ડની દવા તથા ઈન્સ્ટુમેન્ટ જેમા સર્જીકલ સાધનો તથા અન્ય દર્દીઓ લગતી વસ્તુઓમાં મનફાવે તેમ ખરીદી કરી ટેન્ડર વગર એક જ કંપની પાસેથી આવા સાધનો ખરીદી આ કંપનીને ખટાવવાનું કૌભાંડ પણ કર્યું છે. જોકે આ બાબતે ઉચ્ચ કક્ષાએ તપાસ કરવામાં આવે તો આ મોટું કૌભાંડ પણ બહાર આવી શકે છે.