Western Times News

Gujarati News

રાજકોટ સિવીલમાં મ્યુકરના ૪૫ દર્દીઓને ઈન્જેકશનના રિએક્શનથી હોબાળો

પ્રતિકાત્મક

રાજકોટ, રાજકોટ સિવીલના મ્યુકર માઈકોસીસ વોર્ડમાં ઈન્જેકશનના રિએક્શનથી ૪૫ દર્દીઓને તાવ, ઉલ્ટી થતા આ ઈન્જેકશનનો વપરાશ સ્થગિત કરાયો હતો જેના પગલે ભારે હોબાળો મચી ગયો છે સિવીલ સુપ્રિટેન્ડેન્ટ દ્રારા આ રિએક્શનની બાબતે ફાર્મેકો વિજીલન્સને તપાસ સોંપી છે.

સિવીલના મ્યુકર વોર્ડમાં આજે દર્દીઓને એમ્ફોટેરેસીન-બી ઈન્જેકશન ન મળતા ભારે વિરોધ સર્જાયો હતો ઈન્જેકશનની અછત સર્જાતા દર્દીઓએ વિરોધ નોંધાવ્યો હતો સિવીલ સર્જન ડો. આર.એસ. ત્રિવેદીએ જણાવ્યું હતું કે મ્યુકરના દર્દીઓમાંથી ૪૫ને ઈન્જેકશનથી રિએક્શન આવતા આ અંગે ફાર્મેકો વિજીલન્સને તપાસ સોંપાઈ છે

બીજી તરફ આ ઈન્જેકશનના ૨૦૦૦ ડોઝ પરત મોકલી બીજા મંગાવાયા છે. સમરસ હોસ્પિટલમાં પણ આજે મ્યુકરની સારવાર લઈ રહેલા દર્દીઓના પરીવારજનોએ દવા-ઈન્જેકશન નહી હોવાની ફરીયાદ સાથે ડ્રામેબાજી કરવામાં આવી હતી આ બાબતે તપાસ કરવામાં આવતા ડે.કલેકટર ચરણસિંહ ગોહિલે જણાવ્યું હતું કે દવા અને ઈન્જેકશનનો પુરતા પ્રમાણમાં સ્ટોક છે

થોડા દિવસો પહેલા દર્દીઓને રિએક્શન આવતા હવે તબીબોની સલાહ મુજબ જ ઈન્જેકશન આપવામાં આવે છે તબીબોની સલાહ છે કે જે દર્દીને એમ્ફોટેરેસીન-બી આપવામાં આવે તે પછી થોડા દિવસો પછી જ ઈન્જેકશન આપવુ જેથી કરીને રિએક્શન ન આવે પરતું કેટલાક દર્દીઓના સગાઓએ ખોટી વાત ફેલાવી હોબાળો મચાવ્યો હતો


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.