રાજકોટ હોસ્પિટલની આગમાં ખુલાસો: વેન્ટિલેટરમાં સ્પાર્ક થતાં હોસ્પિટલમાં આગ લાગી
રાજકોટ, રાજકોટમાં આવેલી ઉદય કોવિડ હોસ્પિટલમાં આગ લાગતા ૫ લોકોનાં મૃત્યું થયા હતા. જેને લઇને આજે મોટી બેઠક કરવામાં આવી હતી. જેમા ઉદય હોસ્પિટલના ડૉ. તેજસ કરમટાનું મોટું નિવેદન સામે આવ્યું છે. હોસ્પિટલમાં લાગેલી આગ મામલે ડો. તેજસ કરમટાએ કહ્યું એલએન્ડટી અને ધમણ વચ્ચે સ્પાર્ક થતા આગ લાગી. આઈસીયુમાં ૩થી ૪ કંપનીના વેન્ટિલેટર હતા.
સમગ્ર મામલે આગ લાગવા મામલે ઉદય હોસ્પિટલના ડૉ. તેજસે કહ્યું કે એલએન્ડટી અને ધમણ વેન્ટિલેટર વચ્ચે સ્પાર્ક થયો હોવાનો અંદાજ છે. આગમાં સપડાયેલા ૨૧ દર્દીઓની તબિયત સારી છે. હોસ્પિટલમાં બે દરવાજા હતા.
રાજકોટમાં હોસ્પિટલમાં આગની ઘટના બાદ તંત્ર સફાળું જાગેલું જોવા મળ્યું છે. આ મામલે સર્કિટ હાઉસ ખાતે તંત્ર દ્વારા પોલીસ-કલેકટરના ઉચ્ચ અધિકારીઓની બેઠક બોલાવી હતી. આ બેઠક માં ઉદય કોવિડ હોસ્પિટલના ડોકટર તેજસ કરમટા પણ હાજર રહ્યાં હતા. આ બેઠકમાં એસઆઈટીના અધિકારી મનોહરસિંહ જાડેજા તેમજ ઉચ્ચ અધિકારી એ કે રાકેશ પણ ઉપસ્થિત રહ્યાં. ઉલ્લેખનીય છે કે ગઇ કાલે રાજકોટ ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આગ લાગી હતી. જેમા ૫ લોકોનાં મોત નીપજ્યા હતા.SSS