રાજદના વરિષ્ઠ નેતા રધુવંશ પ્રસાદના અંતિમ સંસ્કાર કરાયા
પટણા, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વરિષ્ઠ નેતા રધુવંશ પ્રસાદ સિંગના અંતિમ સંસ્કાર આજે વૈશાલી જીલ્લાના મહનાર હસનપુર ઘાટ પર રાજકીય સમ્માન સાથે કરવામાં આવ્યા હતાં અંતિમ સંસ્કારમાં વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવ સામેલ થયા હતાં. આ પહેલા આજે સવારે તેમના પાર્થિવ દેહને પટણાના જે પી સેતુ થઇ વૈશાલી લઇ જવામાં આવ્યો હતો વૈશાલીમાં તેમને પાર્થિવ દેહ ઠેર ઠેર જનતાના દર્શન માટે લઇ જવામાં આવ્યો હતો. રધુવંશ પ્રસાદનું નિધન રવિવારે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં થયું હતું ગઇકાલે સાંજે તેમના પાર્થિવદેહને પટણા લવવામાં આવ્યું હતું જયાં મુખ્યમંત્રી નીતીશકુમાર અને નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદી સહિત અનેક લોકોએ તેમને શ્રધ્ધાંજલિ આપી હતી એ યાદ રહે કે રધુવંશ પ્રસાદ સિંહ રાષ્ટ્રીય જનતાદળના મોટા નેતા રહ્યાં છે પરંતુ મોતના ફકત ત્રણ દિવસ પહેલા જ પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધુ હતું.
રધુવંશ પ્રસાદ સિંહનો પાર્થિવ દેહ પટણાથી વૈશાલીના હાજીપુર પહોંચ્યો તે પહેલા જ લોકોની ભીડ અહીં એકત્રિત થઇ ગઇ હતી. હાજીપુરના અંજાનપીર ચોક પર લોકોએ તેમને શ્રધ્ધાંજલિ અર્પિત કરી હતી. લાલગંજ ખાતે ધારાસભ્ય રાજકુમાર સાહ પૂર્વ ધારાસભ્ય વિજયકુમાર શુકલા સહિત મોટી સંખ્યામાં લોકોએ તેમને શ્રધ્ધાંજલિ અર્પિત કરી હતી.સડકના બે કિનારે લોકોની ભીડ જામી હતી. અહીંથે તેમના પાર્થિવદેહને બૈલસર બજાર ફતહપુર અને સાઇ ગામથી થઇ શાહપુર લઇ જવામાં આવ્યો હતો અને હસનપુર તીનમહાની ગંગા ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં.જાે કે રધુવંશ પ્રસાદસિંહના પાર્થિવદેહને રાજદના કાર્યાલય ખાતે લઇ જવામાં આવ્યો ન હતો કારણ કે ત્રણ દિવસ પહેલા જ તેમણે પત્ર દ્વારા રાજદના સભ્ય પદેથી રાજીનામુ આપી દીધુ હતું. જાે કે તેમનું રાજીનામુ રાજદ પ્રમુખ લાલુ પ્રસાદે સ્વીકાર્યું ન હતું અને કહ્યું હતું કે તમે કયાંય જઇ રહ્યાં નથી.HS