રાજદ્રોહનો આરોપી શરજીલ ઈમામની જહાનાબાદથી ધરપકડ
નવી દિલ્હી, જેએનયુના શરજીલ ઈમામની ધરપકડ કરી લેવામાં આવી છે. બિહારના જહાનાબાદથી શરજીલની દિલ્હી અને બિહાર પોલીસે મંગળવારે બપોરે ધરપકડ કરી છે. તે પહેલા સોમવારે રાત્રે તેના ભાઈ અને દોસ્તને પોલીસને કસ્ટડીમાં લીધા હતા. શરજીલને દિલ્હી, બિહાર, અસમ, અરૂણાચલ પ્રદેશ, મણિપુર અને ઉત્તરપ્રદેશ પોલીસ શોધી રહી હતી. તેની સામે રાજદ્રોહનો કેસ નોંધાયેલો છે.
શરજીલની ધરપકડ બાદ હાલ તેની પુછપરછ માટે તેને કાકો પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો છે. હાલ આ સમયે કાકો પોલીસ સ્ટેશનમાં એસપી મનીષ પહોંચી ચુક્યા છે અને તેની પુછપરછ કરી રહ્યાં છે. રાષ્ટ્રવિરોધી વિધાનો કરીને નાસી છૂટેલા જેએનયુના વિદ્યાર્થી શર્જિલ ઇમામની તલાશ માટે ચોમેર છાપા મરાઇ રહ્યા હતા. છ રાજ્યોમાં શર્જિલની વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી હતી. દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે પાંચ ચુનંદા અધિકારીઓની એક ટીમ શર્જિલને શોધી કાઢવા બનાવી હતી. આઇઆઇટી, મુંબઇથી ગ્રેજ્યુએટ થયેલા શર્જિલને ચારથી વધુ રાજ્યોની પોલીસ શોધી રહી હતી. દેશ વિરોધી ભાષણ કરીને શર્જિલ રાતોરાત મિડિયાના કેન્દ્રમાં આવી ગયો હતો.