રાજદ્રોહમાં ફસાયેલા શશિ થરૂર અને રાજદીપ સરદેસાઇ કોર્ટની શરણે
નવીદિલ્હી, કોંગ્રેસ નેતા ડો શશિ થરૂર અને પત્રકાર રાજદીપ સરદેસાઇ પર દિલ્હી હિંસામાં એક પ્રદર્શનકારીના મોત અને હિંસા ભડકાવવાને લઇ અનેક રાજયોમાં મામલા દાખલ કરવામાં આવ્યા છે આ મામલાની વિરૂધ્ધ થરૂર અને સરદેસાઇએ સુપ્રીમ કોર્ટનો દરવાજાે ખખડાવ્યો છે.
ગણતંત્ર દિવસ પર કિસાન ટ્રેકટર રેલીમાં થયેલ હિંસા બાદ કોંગ્રેસી સાંસદ થરૂર અને પત્રકાર રાજદીપ સરદેસાઇ સહિત અનેક લોકો પર હિંલા ભડકાવવાના આરોપમાં અનેક રાજયોમાં મામલા દાખલ કરવામાં આવ્યા છે આ મામલાને લઇ બંન્નેએ સુપ્રીમ કોર્ટનો દરવાજાે ખખડાવ્યો છે કોંગ્રેસી નેતા થરૂર અને સરદેસાઇ ઉપરાંત વરિષ્ઠ પત્રકાર મૃણાલ પાંડે જફર આગા પરેશનાથ અન્નતનાથે પણ પોતાની વિરૂધ્ધ દાખવ મામલાને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો છે.
અભિજીત મિશ્રા નામના એક વ્યક્તિની ઓળખ પર ઉત્તરપ્રદેશ પોલીસે નોઇડાના સેકટર ૨૦ પોલીસ સ્ટેશનમાં શશિ થરૂર સહિત સાત લોકોની વિરૂધ્ધ મામલો દાખલ કર્યો હતો એફઆઇઆરમાં કહેવામાં આવ્યુ ંછે કે આ નામદર્જ લોકોએ ૨૬ જાન્યુઆરીએ ખોટી પોસ્ટ કરી અને તોફાનો ભડકાવવાનું કાવતરૂ કર્યું પોલીસને આપેલ ફરિયાદમાં મિશ્રાએ કહ્યું કે તે પરિવારની સાથે સેકટર ૭૪ સુપરટેક કેપટાઉનમાં રહે છે તેમનો આરોપ છે કે ૨૬ જાન્યુઆીએ દિલ્હીમાં થયેલ હિંસાની પાછળ કોંગ્રેસ સાંસદ થરૂર,રાજદીપ સરદેસાઇ પત્રકાર મૃણાલ પાંડેય જફર આગા પરેશનાથ અનન્તનાથ વિનોદ કે જાેશી અને એક અજાણ્યા છે ફરિયાદકર્તાએ કહ્યું કે ૨૬ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ જાણીજાેઇ કરાવવામાં આવેલ તોફાનોથી અત્યંત દુખી છું એક ષડયંત્ર હેઠળ સુનિયોજિત તોફાન કરાવવા અને લોક સેવકોની હત્યા કરવાના હેતુથી આ લોકોએ રાજધાનીમાં હિંસા અને તોફાનો કરાવ્યા.
આ લોકોએ દિલ્હીમાં ટ્રેકટર પલટી જવાની ઘટનામાં પ્રદર્શનકારીના મોતના અહેવાલોને ખોટી રીતે પ્રસારિત કર્યા આ અહેવાલોને તેમણે પોતાના ટિ્વટરથી સંયુકત કર્યા કે પોલીસ દ્વારા આંદોલનકારી એક ટ્રેકટર ચાલકની હત્યા કરી દેવામાં આવી આ જાણીજાેઇને આ હેતુથી કરવામાં આવ્યું કે મોટા પાયા પર તોફાનો થાય અને વિવિધ સમુદાયો વચ્ચે તનાવ ઉભો થાય.HS