રાજદ નેતા તેજસ્વી યાદવે ખુદને કવારંટીન કરી લીધા
પટણા, કોરોના સંકટની વચ્ચે બિહારમાં આવનાર કેટલાક મહીનામાં વિધાનસભાની ચુંટણી થનાર છે પરંતુ વિધાનસભા ચુંટણી પહેલા જ રાજદના રાનીતિક સલાહકાર સંજય યાદવ કોરોના પોઝીટીવ થયા છે સંજયના કોરોના સંક્રમિત થવાને કારણે તેજસ્વી યાદવે પણ ખુદને હોમ કવારંટીન કરી લીધા છે. કહેવાય છે કે સંજય હાલ દિલ્હીમાં છે તેજસ્વી તેમની સાથે ચાર દિવસ પહેલા સુધી હતાં કોરોના સંક્રમિત સંજયના સંપર્કમાં આવ્યા બાદ તેજસ્વી પિતા લાલુ પ્રસાદને મળ્યા હતાં ત્યાંથી પાછી ફરી તે પટણામાં માતા રાબડી દેવી અને ભાઇ તેજ પ્રતાપ યાદવ સહિત પરિવારના સભ્યોના સંપર્કમાં પણ રહ્યાં
એ યાદ રહે કે રાજદના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ છેલ્લા કેટલાય સમયથી રાંચીની રિમ્સમાં દાખલ છે જયાં તેમની સારવાર ચાલી રહી છે. હાલમાં પુત્ર તેજસ્વીએ પાર્ટીનું સુકાન સંભાળ્યુ છે તેજસ્વી સતત લોકોની વચ્ચે થઇ રહ્યાં છે અને પુરગ્રસ્ત વિસ્તારોનો પણ પ્રવાસ કરી ચુકયા છે.HS