રાજદ નેતા લાલુ પ્રસાદ પર ફરી કોરોના સંક્રમણનો ખતરો
રાંચી, કોરોનાના સતત વધી રહેલ મામલાઓએ લોકોની પરેશાની વધારી દીધી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ૧૧૪ પોઝીટીવ કેસોની પુષ્ટી થઇ છે સંક્રમિત થનારાઓમાં રાજદ સુપ્રીમો લાલુ પ્રસાદના સુરક્ષામાં તહેનાત ૯ પોલીસ કર્મચારીઓ સામેલ છે વધી રહેલ સંક્રમણ અને તેના ખતરાને જાેતા લાલુ પ્રસાદને પેઇગ વોર્ડથી નિર્દેશકના બંગલામાં શિફટ કરવામાં આવ્યા હતાં જયાં તેમને કોરોનાનો ખતરો બિલકુલ ન હતું. ના ત્યાં બહારી લોકોનું આવવાનું રહેતુ હતું અને ન કોઇની મુલાકાત કરવામાં આવી હતીઆટલી સુરક્ષા બાદ પણ એકવાર ફરી લાલુ પ્રસાદની ઉપર સંક્રમણનો ખતરો છવાયેલો છે.
તેમની સુરક્ષામાં તહેનાત ૩૦ પોલીસ કર્મચારીઓમાંથી ૯નો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. માહિતી મળ્યા બાદ લાલુ પ્રસાદને પણ સંક્રમણનો ડર સતાવી રહ્યો છે આ બીજીવાર છે જયારે રાજદ સુપ્રીમો પર કોરોનાનો ખતરો છવાયેલો છે ગત મહિને જ લાલુપ્રસાદના ત્રણ સેવાદારોના રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યા હતાં ત્યારબાદ ડો ઉમેશ પ્રસાદના નિર્દેશ પર તેમને કેલી બંગલામાં શિફટ કરવામાં આવ્યા હતાં.
સુત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર લાલુ પ્રસાદની સુરક્ષામાં તહેનાત ૩૦ પોલીસ કર્મચારીઓના સેમ્પલની તપાસ ગત ૧૦ ઓગષ્ટે કરવામાં આવી હતી જેના રિપોર્ટ ૧૦ દિવસ બાદ આવ્યા છે એક સાથે નવ પોલીસ કર્મચારીઓના પોઝીટીવ થવાથી અન્ય પોલીસ કર્મચારીઓમાં પણ સંકમણનો ભય વધી ગયો છે. સેમ્પલ આપ્યા બાદ આઇસીએમઆરના નિયમ અનુસાર તેમને કવારાંટાઇનમાં રહેવું પડયુ હતું.HS