રાજદ પ્રમુખ લાલુને જામીન મળ્યા નહીં, હવે છ અઠવાડીયા બાદ સુનાવણી થશે
રાંચી, ચારા કૌભાંડના દુમકા કોષાગારથી ગેરકાયદેસર નિકાસીના મામલામાં રાજદના સુપ્રીમો લાલુ પ્રસાદની જામીન અરજી પર ઝારખંડ હાઇકોર્ટેમાં હવે છ અઠવાડીયા બાદ સુનાવણી થશે શુક્રવારે બિહારના પૂર્વ મુખ્યમંત્રી તરફથી અદાલતમાં જણાવાયુ હતું કે લાલુ પ્રસાદની સજાની મુદ્દા હજુ અડધી થઇ છે કે નહીં તેનો રેકોર્ડ હજુ પુરી રીતે સત્યાપિત કરવામા આવ્યો નથી.
આ સાથે સીબીઆઇએ જામીનનો વિરોધ કરતા જે પાસાઓને ઉઠાવ્યા છે તેનો જવાબ પણ દાખલ કરવામાં આવશે તેના માટે તે પુરક સોગંદપત્ર દાખલ કરશે તેના માટે સમયની જરૂરત છે સીબીઆઇ તરપથી પણ કેટલાક કારણોનો હવાલો આપતા બીજા દિવસે સુનાવણી કરવાની વિનંતી કરવામાં આવી હતી તેના પર ન્યાયમૂર્તિ અપરેશ સિંહની અદાલતે વિનંતીનો સ્વકાર કરતા સુનાવણી છ અઠવાડીયા બાદ નિર્ધારિત કરી દીધી.
એ યાદ રહે કે શુક્રવારે સુનાવણી પહેલા ગુરૂવારે સીબીઆઇએ ઝારખંડ હાઇકોર્ટમાં પુરક સોગંદનામુ દાખલ કર્યું હતું સીબીઆઇએ સોગંદપત્રમાં કહ્યું હતું કે લાલુ સતત જેલ નિયમાવલીનો ભંગ કરે છે અને તેમની તબીયત પણ હવે સ્થિર છે. આથી તેમને રાજેન્દ્ર આયુર્વિજ્ઞાન સંસ્થાન રિમ્સ રાંચીથી બિરસા મુંડા જેલમાં મોકલી આપવા જાેઇએ.
ગત સુનાવણી દરમિયાન પણ સીબીઆઇએ જામીનનો વિરોધ કરતા દાવો કર્યો હતો કે લાલુ પ્રસાદની અડધી સજા પુરી થઇ નથી તેના માટે જામીનનો લાભ મળી શકે નહીં તેના પર હાઇકોર્ટે નીચલી અદાલત અને જેલના રેકોર્ડની તપાસ કરી રિપોર્ટ રદુ કરવાનો નિર્દેશ આપ્યો હતો અને એ બતવવા કહ્યંુ હતું કે અડધી સજા પુરી થઇ છે કે નહીં.
જાે લાલુ પ્રસાદને આજે જામીન મળ્યા હોત તો તે જેલથી બહાર આવ્યા હોત તેમની વિરૂધ્ધ ઝારખંડમાં ચારા કૌભાંડના પાંચ મામલા ચાલી રહ્યાં છે ચારમાં તેને સજા સંભળાવવામાં આવી છે તેમાં ત્રણમાં તેમને અડધી સજા કાપી જામીન મળ્યા છે એક મામલામાં હજુ સીબઆઇ કોર્ટમાં ટ્રાયલ ચાલી રહી છે.HS