રાજધાનીમાં કોરોનાના દરમાં સતત વધારો
નવીદિલ્હી, રાજધાનીમાં કોરોના ચેપનો દર ૩૦થી ધટીને પાંચ ટુકા સુધી ઓછો થઇ ગયો છે પરંતુ લગભગ ૧૦ દિવસમાં તે ફરી વધવા લાગી છે અને સાત ટકાથી વધારે થઇ ગયો છે હવે તપાસની સરખામણીએ વધારે સંક્રમિત મળી રહ્યાં છે જાે કે દિલ્હીમાં સંક્રમણ દર રાષ્ટ્રીય દરથી ઘણો ઓછો છે. જુલાઇના પહેલા અઠવાડીયામાં સંક્રમણ દર ૨૦ ટકા સુધી પહોંચ્યો છે જે ઓગષ્ટમાં ૬ ટકા ઓછો થઇ ગયો છે આ બાદ આ દર સતત વધી રહ્યો છે.
દિલ્હીના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર જુલાઇના રહેલા અઠવાડીયામાં સંક્રમણ દર ૩૦ ટકા સુધી પહોંચ્યો છે જે ઓગષ્ટમાં ૬ ટકા ઓછો થયો હતો ૧૨ ઓગષ્ટે કુલ ૧૮,૯ઋ૪ લોકોની તપાસ થઇ હતી જેમાં ૧૧૧૩ કેસ સામે આવ્યા હતાં એટલે કે સંક્રમણ દર ૫.૮ ટકા હતોઆ બાદ આ દર સતત વધી રહ્યો છે ગુરૂવારે ૧૭,૦૦૪ લોકોના ટેસ્ટ થયા જેમાં ૧૨૧૫ કેસ આવ્યા છે અને સંક્રમણ દર ૭.૨ ટકા થઇ ગયો એટલે કે ૧૦ દિવસમાં ૨ ટકા દર વધ્યો છે. એપોલો હોસ્પિટલના ડો.પ્રવીણકુમારે કહ્યું કે દર વધવાના કારણે ગત કેટલાક દિવસોમાં નવા કેસમાં વધારો થયો છે.આથી નિયમોનું પાલન કરવું જ પડશે.HS