રાજધાની એક્સપ્રેસની અડફેટે ૪નાં મૃત્યુ
ઇટાવા, ઉત્તરપ્રદેશના ઇટાવામાં સોમવારે સવારે રાજધાની એક્સપ્રેસની અડફેટે આવી જતા ચાર પ્રવાસીઓના મોત થયા હતા. તમામ ચારેય પ્રવાસીઓ ટ્રેનની નીચે કપાઇ ગયા હતા.
ટ્રેનથી ઉતરીને રેલવે ટ્રેક પર આ લોકો ઉભા થયા ત્યારે રાજધાની એક્સપ્રેસની અડફેટે આવી ગયા હતા. ઇટાવા-દિલ્હી હાવડા રેલ માર્ગ પર સ્થિત બલરઇ રેલવે સ્ટેશન નજીક આ બનાવ બન્યો હતો. દર્દનાક ઘટનાના મામલે તપાસ હાથ ધરવામા ંઆવી છે. મૃત્યુ પામેલા લોકોની ઓળખવિધી કરવામાં આવી રહી છે. ઘટના અંગે દુખ વ્યક્ત કરીને ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ દ્વારા તપાસનો આદેશ કરવામા આવ્યો છે. સાથે સાથે ઘાયલ થયેલા લોકોને પુરતી સારવાર આપવા માટેના આદેશ જારી કર્યા છે. જાણકારી મુજબ અવધ એક્સપ્રેસ ટ્રેન મુજફ્ફરપુરથી બાન્દ્રા ટર્મિનલ જઇ રહી હતી.
બલરઇ સ્ટેશન પર અવધને લુપ લાઇન પર ઉભી કરીને કાનપુર તરફથી દિલ્હી જઇ રહી રહેલી રાજધાની એક્સપ્રેસ ટ્રેનને પાસ કરાવી દેવામાં આવી હતી. જેના કારણે ટ્રેનની અડફેટે આવી જતા ચાર યાત્રીઓના મોત થયાહતા. ઘાયલ થયેલા યાત્રીઓને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મિડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ગરમીથી પરેશાન થઇને કેટલાક લોકો રેલવે ટ્રેક પર ઉભા હતા ત્યારે ચારે લોકો અડફેટે આવી ગયા હતા.