રાજધાની એક્સપ્રેસમાં ચોરોનો તરખાટ: બીજેપી સાંસદની પત્નીનાં ૩ લાખ રૂપિયા ભરેલી બેગ ચોરાઈ
નવી દિલ્હીઃ પટનાથી નવી દિલ્હી જઈ રહેલી રાજધાની એક્સપ્રેસમાં ચારોએ સાંસદની પત્નીની બેગમાંથી 3 લાખ રૂપિયા ચોરી લીધા. ટ્રેનના વીઆઇપી કોચમાં સાંસદ પત્નીની સાથે બનેલી આ ઘટના કાનપુરની હોવાનું કહેવાય છે. પરંતુ ચોરીનો રિપોર્ટ નવી દિલ્હીમાં નોંધવામાં આવ્યો છે. સાંસદની પત્નીનું કહેવું છે કે પતિના સારવાર માટે તેઓ આ રૂપિયા લઈને જઈ રહ્યાં હતા.
મુજફ્ફરપુરથી બીજેપી સાંસદ અજય નિષાદની પત્ની તથા હાજીપુર નગર પરિષદની પૂર્વ ચેરમેન રમા નિષાદ પટનાથી રાજધાની એક્સપ્રેસના વીઆઇપી કોચમાં સવાર થયા હતા. તેમનું કહેવું છે કે પતિના સારવાર માટે રૂપિયા લઈને જઈ રહ્યા હતા. દિલ્હી આવીને એક લગ્નમાં પણ સામેલ થવાનું હતું, તેથી કેટલોક ખાસ સામાન અને કપડાની સાથે બેગ હતી.
કાનપુરની પાસે જ્યારે રમા બાથરૂમ ગઈ અને પરત ફરીને આવીને જોયું તો સીટ પરથી બેગ ગાયબ હતી. તેમણે તેની જાણકારી તાત્કાલિક ટ્રેનમાં હાજર રેલવે સ્ટાફને આપી. પરંતુ ત્યાં સુધીમાં ટ્રેન કાનપુરથી આગળ નીકળી ગઈ હતી.
સાંસદ પત્ની સાથે થયેલી ચોરીનો આ મામલો નવી દિલ્હી (New Delhi)માં નોંધવામાં આવ્યો છે. મામલો નોંધ તા જ પોલીસ હરકતમાં આવી ગઈ છે. પોલીસે ચોરીની તપાસ શરૂ કરી દીધી છે. આ રૂટ પર આ પ્રકારના ગુના આચરનારા ગુનેગારોની તલાશ શરૂ કરવામાં આવી છે.