રાજધાની-ઓગસ્ટ ક્રાંતિ અને શતાબ્દીમાં પેન્ટ્રી સર્વિસ બંધ

Files Photo
અમદાવાદ, કોરોના સંક્રમણની સ્થિતિ ફરી એક વાર વણસી જતા રેલવેમાં મુસાફરી કરી રહેલા પ્રવાસીઓને ફરી એક વાર કોરોનાના કારણે ઘરેથી ખાવાનું કે નાસ્તો સાથે રાખીને મુસાફરી કરવી પડશે, કારણ કે રાજધાની-ઓગસ્ટ ક્રાંતિ ને શતાબ્દીમાં પેન્ટ્રી સર્વિસ બંધ છે.
જાેકે તેજસ ટ્રેનમાં કોરોના વાઈરસ નથી નડતો. ખાનગી ટ્રેન તેજસમાં ઓન બોર્ડ જમવાની અને નાસ્તાની સેવા ચાલુ રખાતા વિવાદ ઉઠ્યો છે. ટ્રેન ફરી શરૂ થતાંની સાથે જ આ સેવા પણ શરૂ કરી દેવામાં આવી હતી. જે હાલમાં પણ ચાલુ છે, જાેકે આવનારા દિવસોમાં રેલવે શતાબ્દી, રાજધાની અને ઓગસ્ટ ક્રાંતિમાં પણ પેન્ટ્રી કાર મારફતે જમવાનું પીરસવા માંડશે એવી શક્યતા રેલવે ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા સૂત્રો જણાવી રહ્યાં છે.
પહેલાં રાજધાની, શતાબ્દી અને ઓગસ્ટ ક્રાંતિ સહિતની ટ્રેનોમાં મુસાફરોને લંચ, ડિનર અને બ્રેકફાસ્ટ પીરસવામાં આવતા હતાં, જાેકે કોરોનાકાળમાં આ ટ્રેનો બંધ થયા બાદ આ તમામ ટ્રેનો જયારે ફરી શરૂ થઈ ત્યારે મુસાફરો માટે ઓનબોર્ડ જમવાની અને નાસ્તાની સેવા બંધ કરી દેવામાં આવી હતી, પરંતુ નાસ્તો કે લંચ ડિનર માટે ઓનલાઈન પેક ફૂડ સર્વ કરવામાં આવતું હતું.
રાજધાની, શતાબ્દી અને ઓગસ્ટ ક્રાંતિ સહિતની ટ્રેનોમાં પેન્ટ્રી કાર કોચ મારફતે પહેલાંની જેમ જ લંચ, ડિનર અને બ્રેકફાસ્ટ પીરસવાનુ શરૂ કરવામાં આવે એવી માંગ રેલ્વેના અધિકારીઓ સમક્ષ કરવામાં આવી રહી છે, કારણ કે પેન્ટ્રી કોચ બંધ છે,
છતાં આ ટ્રેનોમાં રેલવેના કોન્ટ્રાકટરો દ્વારા ચાલુ ટ્રેનમાં રૂપિયા લઈ ભોજન તો પીરસવામાં આવી જ રહ્યું હોવાની ફરિયાદો પ્રવાસીઓ કરી રહ્યા છે. રેલવે કોરોનાની ગાઈડલાઈનની દુહાઈ આપી રહ્યું છે પણ તેજસમાં આ ગાઈડલાઈન કેમ લાગુ નથી પડતી એ બાબતે રેલવેતંત્ર પાસે અનેક રજૂઆતો થઈ રહી છે. (એન.આર.)