Western Times News

Gujarati News

રાજધાની દિલ્હીમાં કોરોનાનાં ૧૦૦ થી વધુ કેસ સામે આવ્યા

નવીદિલ્હી, રાજધાની દિલ્હીમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાનાં ૧૦૦ થી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા લગભગ ૬ મહિનામાં દિલ્હીમાં એક દિવસમાં મળી આવેલા આ સૌથી વધુ કેસ છે. અગાઉ ૨૫ જૂને રાજધાનીમાં કોરોનાનાં ૧૧૫ કેસ નોંધાયા હતા. કોરોનાનાં ઓમિક્રોન વેરિઅન્ટનાં વધતા જાેખમ વચ્ચે દિલ્હીમાં કોરોનાનાં કેસમાં આ વધારો જાેવા મળ્યો છે. બીજી તરફ, જાે દિલ્હીમાં કોરોનાનાં ઓમિક્રોન વેરિઅન્ટથી પીડિત દર્દીઓની સંખ્યા વધીને ૨૨ થઈ ગઈ છે.

દિલ્હીમાં મળી આવેલા ૧૦૭ કોરોના કેસ ઉપરાંત એક વ્યક્તિનાં મોતનાં સમાચાર પણ છે. રાજધાનીમાં કોરોનાથી મૃત્યુઆંક વધીને ૨૫,૧૦૧ થઈ ગયો છે. રાજધાનીમાં કોરોના વાયરસનો પોઝિટિવિટી રેટ ૦.૧૭% છે, જે ગઈકાલનાં ૦.૧૩%નાં દરની તુલનામાં થોડો વધારો નોંધાયો છે. બુધવારે દિલ્હીમાં કોરોનાનાં ૫૭ કેસ નોંધાયા હતા. દિલ્હીમાં હાલમાં કોરોનાનાં ૫૪૦ સક્રિય કેસ છે, જેમાંથી ૨૫૫ દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે. ડિસેમ્બર મહિનામાં દિલ્હીમાં અત્યાર સુધીમાં ૩ લોકોનાં કોરોનાથી મોત થયા છે, જ્યારે ગયા મહિને દિલ્હીમાં ૭ લોકોનાં મોત થયા છે.

ઓક્ટોબરમાં ૪ લોકોનાં મોત થયા હતા જ્યારે સપ્ટેમ્બરમાં ૫ લોકોનાં મોત થયા હતા. દિલ્હી હેલ્થ બુલેટિન અનુસાર, શનિવારે રાજધાનીમાં કોરોનાનો પોઝિટિવિટી રેેટ ૦.૧૩ ટકા હતો. વળી, બુધવારે દિલ્હીમાં ૦.૧૦ પોઝિટિવિટી રેટ સાથે કોરોનાનાં ૫૭ કેસ નોંધાયા હતા. હેલ્થ બુલેટિન અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં દિલ્હીમાં ૬૧,૯૦૫ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી ૫૭,૪૩૫ ઇ્‌ઁઝ્રઇ ટેસ્ટ અને ૪,૪૭૦ રેપિડ એન્ટિજેન ટેસ્ટ છે. હાલમાં દિલ્હીમાં ૧૫૭ કન્ટેઈનમેન્ટ ઝોન છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.