રાજધાની દિલ્હીમાં પણ ઓમિક્રોનનો કહેર,૪ નવા કેસ સામે આવ્યા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/12/Omicron1-1024x576.jpg)
નવીદિલ્હી, દેશની સાથે સાથે રાજધાની દિલ્હીમાં પણ કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટનું જાેખમ વધી રહ્યું છે. દિલ્હીમાં ઓમિક્રોન વેરિયન્ટના ચાર નવા કેસ નોંધાયા છે. આ સહિત, દિલ્હીમાં અત્યાર સુધીમાં ઓમિક્રોન વેરિઅન્ટના છ કેસ નોંધાયા છે. છમાંથી એક દર્દી સાજાે થઈ ગયો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૪૬ ઓમિક્રોનના દર્દીઓ મળી આવ્યા છે.
રાજધાની દિલ્હી સહિત દેશની વાત કરીએ તો ૮ રાજ્યોમાં એક નવું એટલે કે ઓમિક્રોન વેરિયન્ટ જાેવા મળ્યું છે. તેમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક, ગુજરાત, કેરળ અને આંધ્રપ્રદેશ અને ચંદીગઢનો પણ સમાવેશ થાય છે.
ભારતમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં આ કેસમાં ૫૦ ટકા સુધીનો ઉછાળો જાેવા મળ્યો છે. નવા કેસમાં, મોટાભાગના દર્દીઓનો પ્રવાસ ઇતિહાસ આફ્રિકન ખંડનો હતો.
બાદમાં કેરળ, ચંદીગઢ અને આંધ્રપ્રદેશમાં મળી આવેલા કેસમાં યુકે, ઇટકી અને આયર્લેન્ડની મુસાફરીનો ઇતિહાસ હતો. આનાથી સ્પષ્ટ છે કે યુરોપ પણ ઓમિક્રોન વેરિઅન્ટનું હોટસ્પોટ બની રહ્યું છે.
શુક્રવારે એટલે કે ૧૦ ડિસેમ્બરે માહિતી મળી હતી કે રાજસ્થાનમાં કોરોના વાયરસના નવા સ્વરૂપ ઓમિક્રોનની પકડમાં આવેલા વ્યક્તિના સંપર્કમાં આવેલી એક મહિલા દિલ્હીમાં સંક્રમિત મળી આવી હતી. તેમને લોક નાયક જય પ્રકાશ નારાયણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.HS