રાજનાથસિંહે ચીન સાથે તનાવ પર સમીક્ષા કરી, અધિકારીઓ સાથે ડોભાલે બેઠક કરી
નવીદિલ્હી, રક્ષામંત્રી રાજનાથસિંહે ચીન સાથે તનાવની નવી સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી રાષ્ટ્રીય સલાહકાર અજીત ડોભાલે પણ એલએસીની સ્થિતિ પર સમીક્ષા કરી હતી ચીન સાથે કમાન્ડર સ્તરની વાતચીત ઉપર પણ ડોભાલની નજર છે. હાલની સ્થિતિ માટે ગઇકાલે મહત્વપૂર્ણ બેઠક કરી હતી બેઠરમાં ગૃહ સચિવ અને ગુપ્તચર એજન્સીઓના પ્રમુખ હાજર રહ્યાં હતાં. ગુપ્તચર એજન્સીઓએ ચીન સાથે થયેલ તનાવની ડોભાલને માહિતી આપી હતી પેન્ગોંગમાં ચીનની સરખામણીએ ભારતની સ્થિતિ સારી છે ચીને ભારત પર એલએસીના ભંગનો આરોપ લગાવ્યો છે પેન્ગોંગમાં ભારત ચીન વચ્ચે ધર્ષ પર ચીનના દુતાવાસનું નિવેદન સામે આવ્યું છે ચીને ભારત પર એલએસીના ભંગનો આરોપ લગાવ્યો છે.ભારત ચીનને તેની ભાષામાં જ જવાબ આપી રહ્યું છે.
ભારતે તાજેતરમાં ફ્રાંસથી લાવવામાં આવેલ રાફેલની તહેનાતી કરી છે તેને જાેતા ચીને પણ સીમા પર લડાકુ વિમાન તહેનાત કર્યા છે. સરકારના સુત્રોના જણાવ્યા અનુસાર ભારત અને ચીનની સેનાઓની વચ્ચે ફરી થયેલ ઉશ્કેરણીજનક કાર્યવાહી પહેલા ચીને લદ્દાખ વિસ્તારમાં જંગી વિમાન તહેનાત કર્યા હતાં. પીએલએની વાયુસેનાએ લદ્દાખના પૈગૈગ ઝીલસના દક્ષિણ કિનારાની પાસે પોતાના લડાકુ વિમાન જે ૨૦ને ફરીથી તહેનાત કરી દીધા હતાં આ વિમાન હજુ પણ આ વિસ્તારમાં વ્યાપક ઉડાન ભરી રહ્યાં છે.
ચીની વિદેશ મંત્રી વાંગ યીએ ભારત ચીન સીમા પર જારી વિવાદને લઇ પોતાની પ્રક્રિયા આપી વાંગ ચીને કહ્યું કે ભારત અને ચીનને પોતાના મતભેદોને કાબુમાં કરવાની જરૂરત છે અને તેને સંધર્ષમાં બદલવાનું ઠીક નથી ચીની વિદેશ મંત્રીએ કહ્યું કે બીજીંગ હંમેશાથી વિવાદિત ચીન ભારત સીમાની સાથે સ્થિરતા બનાવી રાખવા માટે પુરી રીતે પ્રતિબધ્ધ છે.HS