રાજનાથસિંહે ત્રણેય સેના પ્રમુખો અને સીડીએસ સાથે સમીક્ષા કરી

નવીદિલ્હી, રક્ષા મંત્રી રાજનાથસિંહે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ ચીફ ઓફ ડિફેંસ સ્ટાફ જનરલ બિપિન રાવત અને ત્રણેય સેના પ્રમુખોની સાથે ચીન સીમા પર જારી સ્થિતિ પર ચર્ચા કરવા માટે સુરક્ષા સમીક્ષા કરી હતી આ માહિતી રક્ષા મંત્રાલયના અધિકારીએ આપી હતી. ત્રણેય સેના પ્રમુખોની સાથે રાજનાથ એવા સમય પર બેઠક કરી રહ્યાં છે જયારે વિદેસ મંત્રી એસ જયશંકરે પોતાના ચીની સમકક્ષ વાંગ યીની સાથે રશિયાના પાટનગર મોસ્કોમાં મુલાકાત કરી હતી બંન્ને મંત્રીઓએ મુલાકાતમાં સીમા પર જારી તનાવને ઓછો કરવાને લઇ વાતચીત કરી હતી બંન્ને પાંચ બિંદુઓ પર સહમત થયા છે.
આ પાસાઓમાં સીમા પ્રબંધન માટે તમામ વર્તમાન સમજૂતિ અને પ્રોટોકોલનું પાલન કરવું શાંતિ અને સ્થિરતા બનાવી રાખવી અને કોઇ પણ કાર્યવાહીથી બચવાનું સામેલ છે બેઠક દરમિયાન ભારતે પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીન દ્વારા મોટી સંખ્યામાં સૈનિકો અને સૈન્ય ઉપકરણોની તહેનાતીના મુદ્દાને પણ મજબુતીથી ઉઠાવ્યો છે. સીમા પર જારી તનાવ વચ્ચે ભારત અને ચીનની વચ્ચે ચુશુલમાં બ્રિગેડ કમાંડર્સ સત્રની વાતચીત પણ આજે યોજાઇ હતી. બંન્ને દેશો વચ્ચે આવી વાતચીત સોમવાર મંગળવારને છોડી રોજના આધાર પર ચાલી રહી છે.HS