રશિયામાં રાજનાથ સિંહનો ચીનના રક્ષા મંત્રીને મળવાનો ઈનકાર
નવી દિલ્હી, ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદ બાદ ભારતે મહત્વો નિર્ણય લીધો છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ શંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ)ની મહત્વપૂર્ણ બેઠકમાં ભાગ લેવા માટે આજે રશિયા માટે રવાના થયા છે. સૂત્રોના મતે આ બેઠકમાં રાજનાથ સિંહની ચીનના તેના સમકક્ષ સાથે મુલાકાતનો કોઈ કાર્યક્રમ નથી. રાજનાથ સિંહે ચીનના રક્ષા મંત્રી સાથે મુલાકાત કરવાનો ઈનકાર કરી દીધો છે.
પેંગોગ લેક વિસ્તારમાં થયેલા તાજેતરના વિવાદને પગલે ભારત અને ચીનના ઉચ્ચ અધિકારીઓની એક બેઠક થઈ છે. આ બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ લશ્કરના બ્રિગેડ કમાંડર કરશે. મંગળવારે પણ બ્રિગેડ કમાંડર સ્તરની બેઠક યોજાઈ હતી. ચીનની આર્મીએ 29-30 ઓગસ્ટના પેંગોગ લેકના દક્ષિણ કાંઠા પર એલએસીની અંદર ઘુસણખોરીનો પ્રયાસ કર્યો હતો, જેનો ભારતના લશ્કરના જવાનોએ આક્રમક રીતે કાર્યવાહી કરીને જડબાતોડ જવાબ આપ્યો હતો.
રક્ષા મંત્રી રાજનાથ સિંહ શંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ)ની બેટકમાં ભાગ લેવા બુધવારે રશિયા રવાના થયા હતા. આ બેઠક એવા સમયે યોજાઈ રહી છે જ્યારે સંગઠનના બે પ્રમુખ સભ્યો ભારત અને ચીન વચ્ચે સરહદ પર તણાવની સ્થિતિ જોવા મળે છે. અધિકારીઓના જણાવ્યા મુજબ ચાર સપ્ટેમ્બરના યોજાનાર એસસીઓના રક્ષા મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા ઉપરાંત રાજનાથ સિંહ તેના રશિયાના સમકક્ષ સર્ગેઈ શોઈગૂ અને અન્ય ટોચના લશ્કરના અધિકારીઓ સાથે દ્વીપક્ષીય સૈન્ય સહયોગ વધારવા માટે પણ વાતચીત કરશે.