રાજના જામીન માટે શિલ્પા શેટ્ટીએ માનતા રાખી હતી

મુંબઈ, શિલ્પા શેટ્ટીએ હાલમાં બોલ્ડ પગલું ઉઠાવતા અંડરહટ હેરકટ કરાવ્યા હતા અને માથામાં નીચેથી અડધી ટાલ કરાવી દીધી હતી. તેણે સમર સ્ટાઈલ તરીકે આમ કર્યું હશે તેમ ઘણાને લાગ્યું હશે પરંતુ તેના આમ કરવા પાછળનો હેતુ કંઈક અલગ જ હતો. એન્ટરટેન્મેન્ટ વેબપોર્ટલ પિંકવિલાના જણાવ્યા પ્રમાણે, જાે પતિ રાજ કુંદ્રાને કથિત પોર્ન પ્રોડક્શન કેસમાં જામીન મળે તો શિલ્પા શેટ્ટીએ તેનું અડધું માથુ મુંડાવવાની માનતા રાખી હતી.
રાજ કુંદ્રાના ઘરે પરત ફર્યાના થોડા દિવસ બાદ તરત જ શિલ્પા શેટ્ટીએ અંડરકટ હેરકટ કરાવીને માનતા પૂરી કરી હતી. હાલમાં જ ફેન્સને પોતાના અંડરકટ દેખાડતા શિલ્પા શેટ્ટીએ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો હતો અને લખ્યું હતું ‘એકપણ દિવસ તમે રિસ્ક લીધા વિના અને તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળ્યા વિના કાઢી નથી શકતાં.
પછી એ અંડરકટ બઝ કટ (જે કરાવા માટે મારે ખૂબ સાહસની જરૂર પડી, ખોટું નહીં કહું) અથવા નવું એરોબિક વર્કઆઉટ ટ્રાબલ સ્ક્વોટ્સ જ કેમ ના કરવાનું હોય. આ વર્કઆઉટ તમારા લોઅર બોડી મસલ્સ, ખભા, કોણી અને હાથના કો-ઓર્ડિનેશન, ઝડપ અને સ્થિરતા અને સૌથી મહત્વનું આપણા મગજ અને શરીર માટે અસરકારક છે.
શિલ્પા શેટ્ટીએ બાદમાં તેના અંડરકટ કેવી રીતે થયા તેનો વીડિયો પણ શેર કર્યો હતો અને લખ્યું હતું ‘આ કેવી રીતે થયું. હેર સ્ટાઈલિસ્ટ મારા કરતા વધારે ડરેલો હતો. હાલમાં કુંદ્રા પરિવાર અલીબાગમાં છે, જ્યાં એક્ટ્રેસે કરવાચોથ બનાવી હતી.
શિલ્પા શેટ્ટી દર વર્ષે સામાન્ય રીતે અનિલ કપૂરના ઘરે થતાં કરવા ચોથના સેલિબ્રેશનમાં સામેલ થાય છે પરંતુ આ વખતે તેણે ખાસ ફ્રેન્ડ સાથે પર્વને માણ્યું હતું. ઉલ્લેખનીય છે કે, પોર્ન ફિલ્મ બનાવવા અને તેને એપ પર લોન્ચ કરવાના મામલે ૧૯મી જુલાઈએ રાજ કુંદ્રાની ધરપકડ કરવામાં આવી હતી. તે બે મહિના જેલમાં રહ્યો હતો અને ૨૧મી સપ્ટેમ્બરે જામીન પર મુક્ત થયો હતો. ઘરે આવ્યા બાદ અત્યારસુધીમાં રાજ કુંદ્રા જાહેરમાં દેખાયો નથી.SSS