Western Times News

Gujarati News

રાજપારડીના ઓનર કિલિંગના મામલામાં બે સગાભાઈની અટકાયત

ભરૂચ : ઝઘડિયા તાલુકા ના રાજપારડી પાસે થી પસાર થતા પ્રેમ લગ્ન કરનાર દંપતી પર હુમલો કરવાના ઓનર કિલિંગ ના ચકચારી બનાવ માં પોલીસે ગણત્રી ના કલાકો માં યુવતી ના બે સગાભાઈ ને ઝડપી પાડ્યા છે.

ઝઘડિયા તાલુકા ના હિંગોરીયા ગામે રહેતા હેમંત વસાવા એ ઉમલ્લા ગામે રહેતી તેઓ ના સમાજ ની જ યુવતી સરસ્વતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.જેથી સરસ્વતી ના પિયરીયા માં મનદુઃખ હતું।આ દરમ્યાન ગુરુવારે હેમંત પત્ની સરસ્વતી સાથે મોટર સાયકલ પર સારસા ડુંગર પાસેના અંતરીયાળ ગ્રામ્ય વિસ્તાર માંથી પસાર થઈ રહ્યો હતો.

તે સમયે કારમાં ધસી આવી સરસ્વતી ના બે ભાઈ મહેશ અને અતુલે ટક્કર મારી બંને નીચે પટકાયા તે બાદ પાઈપ અને લાકડીઓ વડે હુમલો કરતા સરસ્વતી ની ગંભીર ઈજાના કારણે મૃત્યુ થયું હતું।જયારે ઈજાગ્રસ્ત હેમંત ને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પીટલ ખાતે લાવવામાં આવતા હેમંત ના પરિવારજનો અને પોલીસ દોડી આવી હતી.

બનાવ સંદર્ભે રાજપારડી પોલીસે તાત્કાલીક જુદી જુદી ટીમો બનાવી આરોપી હુમલાખોર ભાઈઓ ને ઝડપી પાડવાની કવાયત હાથધરી ગણત્રી ના કલાકો માં જ બહેન ને મોત ને ઘાટ ઉતારી દેનાર બંને સગા ભાઈઓ ને પોલીસે ઝડપી પાડી તપાસ ના ચક્રો ગતિમાન કર્યા હોવાનું ડી.વાય.એસ.પી એમ.પી.ભોજાણી એ જણાવ્યુ હતુ. પ્રેમ લગ્ન કરનાર બહેન બનેવી પર જીવલેણ હુમલો કરનાર સગા ભાઈઓ ના આ કૃત્ય થી ઝઘડિયા સહિત સમગ્ર ભરૂચ જીલ્લા માં ચકચાર મચી જવા પામી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.