રાજપારડીના રહીશે માતાની પુણ્યતિથી પ્રસંગે ગરીબોને કીટ વિતરણ કરી
ભરૂચ, અત્યારે કોરોનાની વૈશ્વિક મહામારીને લઈને દેશ વ્યાપી લોકડાઉન ચાલી રહ્યુ છે.લોકડાઉનને લઈને લોકોના ધંધા રોજગાર બંધ હતા.તેથી ગરીબ વર્ગ પરેશાની અનુભવે છે.ત્યારે ઘણા સખી માણસો આવા લોકોની મદદે આવતા હોય છે.
ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે રહેતા દત્તુભાઈ પંચાલની માતાની તૃતીય પુણ્યતિથી હોઈ અને લોકડાઉનને લઈને કોઇ ધાર્મિક કાર્યક્રમ ન રાખતા તેઓએ ૫૧ જેટલી ફુડ કીટો તૈયાર કરીને ગરીબોને વહેંચી હતી.
ઉલ્લેખનીય છે કે અત્યારે કોરોનાને લઈને દેશ વિકટ પરિસ્થિતિ માંથી પસાર થઈ રહ્યો છે.ત્યારે આવા સામાજિક કે વ્યક્તિગત પ્રસંગો આવે ત્યારે તે નિમિત્તે ગરીબોને આ રીતે મદદરૂપ થવાની ભાવના સાચેજ પ્રસંશનિય ગણાય.અત્યારે લાંબા લોકડાઉનને પગલે ગરીબ વર્ગ બેકાર બનતા તેમની હાલત સાચેજ દયનીય બની છે.ત્યારે રાજપારડીના દત્તુભાઈ પંચાલના પગલે અન્ય વ્યક્તિઓ પણ આગળ આવેતો તે બાબત સાચેજ અનુકરણીય વાત સાબિત થઈ શકે.