Western Times News

Gujarati News

રાજપારડી ખાતે ટ્રક માલિકો દ્વારા લિગ્નાઈટ લોડિંગ કરવાનું બંધ કરાયું

(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે ૧૯૮૩ ની સાલથી ગુજરાત સરકારના ગુજરાત મીનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા લિગ્નાઈટનુ ઉત્પાદન કરવામાં આવે છે.રાજપારડીથી ઉત્પાદન થતો લિગ્નાઈટ રાજ્યભરની મિલોમાં તથા ભઠ્ઠાઓ માં સપ્લાય કરવામાં આવે છે.લિગ્નાઈટ વહનની પ્રક્રિયામાં ઝઘડિયા તાલુકાના આશરે પાંચસો જેટલા સ્થાનિક ટ્રક માલિકો રોજગારી વર્ષોથી મેળવી રહ્યા છે.

લિગ્નાઇટ ઉત્પાદન બાદ સપ્લાય કરવાની કામગીરી સુરતના લિગ્નાઈટ એજન્ટો તથા ટ્રાન્સપોર્ટર દ્વારા કરવામાં આવે છે.ભાડા બાબતે લિગ્નાઇટ વહન કરતા સ્થાનિક ટ્રક માલિકોએ જણાવ્યુ હતુ કે છેલ્લા કેટલાક વર્ષોથી સુરત તથા સ્થાનિક એજન્ટોના મેળાપીપણાંમાં તેઓ દ્વારા લીગ્નાઈટની સીઝન શરૂઆત થવાના સમયે ટ્રક માલિકો પાસે ઊંચા ભાડા અમલ કરાવડાવી તે ભાડા પત્રક મિલોમાં ટ્રક માલિકોના નામથી અમલ કરાવવામાં આવે છે અને ત્યારબાદ મનમાની કરી અંગ્રેજાેની નીતિ અપનાવી ભાગલા પાડો અને રાજ કરો જેવી ભૂમિકા ભજવી સ્થાનિકોને હાથા બનાવી ભાડા તોડી નાખવામાં આવે છે.

હાલમાં અવાર નવાર વધતા રહેતા ડીઝલ ભાવ વધારા સામે આજદિન સુધી ભાવ વધારો આપવામાં આવ્યો નથી,પરંતુ તેના થી ઉલ્ટું નક્કી થયેલા ભાડા તોડી પુરા ભાડા ચૂકવવામાં આવતા નથી, જેથી ઝઘડિયા તથા રાજપારડીના આશરે પાચસો જેટલા ટ્રક માલિકો દ્વારા સ્વૈચ્છિક રીતે એવો ર્નિણય લેવામાં આવ્યો છે કે ૧ જાન્યુઆરી ૨૦૨૧ થી કોઈપણ ટ્રક માલીક લિગ્નાઈટ લોડિંગ કરવા જશે નહીં !

વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે ઝઘડિયા તાલુકાના ટ્રક માલિકોની આજીવિકા ફક્ત લિગ્નાઇટ પરિવહન પર ર્નિભર છે.ત્યારે સતત ડીઝલ વધારા બાદ પણ જાે લિગ્નાઈટ એજન્ટો દ્વારા ખોટી રીતે લિગ્નાઈટ ભાડામાં કાપ મુકવામાં આવશે અને તાલુકાના ટ્રક માલીકોના હક્ક છીનવી અન્યાય કરવામાં આવશે તો ઝઘડિયા તાલુકાના તમામ લિગ્નાઈટ વહન કરતા ટ્રક માલિકો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે,

આ બાબતે તેઓ ઝઘડિયા પ્રાંત અધિકારી, મામલતદાર,રાજપારડી ઝઘડીયા પોલીસને તાલુકા લિગ્નાઇટ વહન કરતા ટ્રક માલિકોની ભાડાની કાયમી સમસ્યા નો ઉકેલ લાવવા રજુઆત કરવા જવાના હોવાનુ જણાવ્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.