રાજપારડી ગ્રામ પંચાયત ખાતે કીશાન સન્માન નિધિ યોજનામાં બાકી રહેલા ખેડૂતોના ફોર્મ ભરવામાં આવ્યા
(પ્રતિનિધિ)ભરૂચ, કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે અમલમાં મુકવામાં આવેલ પ્રધાનમંત્રી કિશાન સન્માન નિધી યોજનામાં બાકી રહેલા ખેડૂતોને યોજનાનો લાભ અપાવવા માટે રાજપારડી ગામે ગ્રામ પંચાયત ખાતે ખેડૂતોને માર્ગદર્શન આપીને ફોર્મ ભરાવવામાં આવ્યા. ઉલ્લેખનીય છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખેડૂતો માટે આ યોજના અમલમાં મુકવામાં આવતા ઘણા ખેડૂતોએ યોજના અંતર્ગત લાભ લીધો હતો.
જોકે યોજનાના લાભથી વંચિત રહી ગયેલા કેટલાક ખેડૂતોને જરુરી માર્ગદર્શન મળી રહે અને તેઓને આ યોજના અંતર્ગત ફોર્મ ભરવામાં અનુકૂળતા રહે તે માટે આયોજિત કાર્યક્રમ માં રાજપારડી ના તલાટી ઘરિયા,ગ્રામસેવક રવિભાઈ,સર્કલ ઓફિસર પટેલ,સામાજિક કાર્યકર હિરલ પટેલ તેમજ પંચાયત અગ્રણીઓ ની ઉપસ્થિતિ માં આવા બાકી રહી ગયેલા ખેડૂતોને પંચાયત કાર્યાલય ખાતે રુબરૂ બોલાવીને ફોર્મ ભરાવી આપવામાં આવ્યા હતા.ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ના ઝઘડીયા તાલુકા સંયોજક હિરલ પટેલ દ્વારા કાર્યક્રમ નું સફળ સંચાલન કરવામાં આવ્યુ હતુ.