Western Times News

Gujarati News

રાજપારડી પંથકના ગામોમાં વીજટીમો દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરાયુ

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, : ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી પંથકના ગામોએ અાજે વહેલી સવારે વીજ ટીમો દ્વારા આકસ્મિક વીજ ચેકિંગ હાથ ધરાતા ૪૦ જેટલા વીજ કનેક્શનોમાં મીટરો સાથે ચેડા થયેલા જણાયા હતા.વીજ ચોરી કરતા ઝડપાયેલા આ ગ્રાહકો પાસેથી રુ.૬ લાખ જેટલી વીજ ચોરી ઝડપાવા પામી હતી.મળતી વિગતો મુજબ સુરત કોર્પોરેટ કચેરી દ્રારા આયોજીત વિજ ચેકિંગ ડ્રાઈવ અંતગર્ત ૨૨ જેટલી વીજટીમોએ ૬૦૦ જેટલા વીજ મિટરો તપાસ્યા હતા.

જેમાંથી ૪૦ જેટલા વીજ ગ્રાહકોના મીટરોમાં ચેડા થયા હોવાનુ જણાયુ હતું. રાજપારડી નગરની  આજુબાજુના વિવિધ ગામોમાં વહેલી સવારે લોકો મીઠી નિંદ્રા માણી રહ્યા હતા.ત્યારે વીજીલન્સ ટીમોએ આકસ્મિક વિજ ચેકિંગ હાથધર્યુ હતુ.આ ગામોમાં ઉમલ્લા,અછાલીયા,રૂમાલપુરા,મહુવાડા,તવડી,બામલ્લા વિગેરે ગામોનો સમાવેશ થાય છે.આ કામગીરી અંતર્ગત ૬૦૦ જેટલા વીજમીટરોની તપાસ કરવામાં આવી હતી.જે પૈકી  ૪૦ જેટલા વીજ મીટરોમાં ગેર રીતિ થઇ  હોવાનુ જણાતા આ ૪૦ જેટલા વીજ ગ્રાહકો પાસેથી રુ.૬ લાખ ઉપરાંતની વીજચોરી વીજ ચેકિંગ દરમિયાન પકડાવા પામી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ સુરત કોર્પોરેટ કચેરી દ્રારા વીજચોરી ઝડપી પાડવા ડ્રાઇવનુ આયોજન કરવામાં આવ્યુ છે. જે મુજબ ૨૨ જેટલી વીજીલન્સ વીજ ટીમોએ આ ગામોમાં આકસ્મિક વિજ ચેકિંગ હાથધર્યુ હતુ.વીજ વિભાગ દ્રારા વીજચોરી કરતા ઝડપાયેલા ગ્રાહકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને તેમના વીજ કનેક્શન કાપીને વીજ મીટરો જપ્ત કરવામાં આવ્યા હતા.ઉપરાંત વીજ થાંભલાઓ પર નાંખેલ લંગરીયાના કેબલો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.વીજ ટીમો દ્વારા કરાયેલા આકસ્મિક વીજ ચેકિંગમાં મોટી ગેર રીતિઓ પકડાતા વીજ ચોરોમાં ફફડાટ ફેલાવા પામ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.