Western Times News

Gujarati News

રાજપીપલાની ક્રિસ્ટલ પબ્લિક સ્કુલ ખાતે “કૃમિ નાશક દિવસ”ની ઉજવણી કરાઇ

રાજપીપલા :  આરોગ્ય અને પરિવાર કલ્યાણ દ્વારા જિલ્લા પંચાયત નર્મદા દ્વારા રાજપીપલાની ક્રિસ્ટલ પબ્લિક સ્કુલ ખાતે આજે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. જીન્સી વિલીયમ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. કે.પી.પટેલ, આર.સી.એચ.ઓ શ્રી ડૉ.ડી.એન.બારોટ, જિલ્લા લેપ્રેસી અધિકારીશ્રી ડૉ.એન.સી.વેકરીયા, નાંદોદ તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. સુમન.એ.કે, આરોગ્ય સ્ટાફગણ, શાળાના બાળકો વગેરેની ઉપસ્થિતિમાં “કૃમિ નાશક દિવસની ઉજવણી” ના કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મૂક્યો હતો.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. જીન્સી વિલીયમે જણાવ્યું હતું કે, કૃમિ નાશક દિવસની ઉજવણીમાં ૧ થી ૧૯ વર્ષના તમામ બાળકોને કૃમિ મુક્ત કરવા માટે આલબેન્ડેઝોલ ગોળી ચાવીને ખવડાવવામાં આવે છે. વધુમાં ઉમેર્યું કે, કૃમિ એ એનિમિયાનું મુખ્ય કારણ હોય છે. જેમાથી બાળકોમાં માનસિક, શારીરિક, માનસિક વિકાસ ઉપર ઘણી જ ખરાબ અસર થતી હોવાથી એક સાથે તમામ બાળકોને આલબેન્ડેઝોલ ગોળી ચાવીને ખવડાવવાથી એનિમિયાને અટકાવી  શકાય છે.

તેમણે વધુ કહ્યું કે,  જિલ્લાનાં દરેક ગામમાં કૃમિ નાશક દિવસની ઉજવણી કરાશે જેમાં આંગણવાડી-૯૭૮, કેન્દ્ર અને શાળાના બાળકો-૮૯૬ સહિત અંદાજીત ૧,૫૨,૭૦૯ જેટલાં બાળકોને આવરી લેવાશે. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. જીન્સી વિલીયમે આલબેન્ડેઝોલની ગોળી શાળાના બોળકોને ખવડાવીને કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. કે.પી.પટેલે પ્રાસંગિક પ્રવચન કરતાં જણાવ્યું કે, કૃમિ સંક્રમણથી બાળકોમાં  કુપોષણ અને લોહીની ઉણપ થાય છે જેના કારણે હંમેશા થાક લાગે છે અને સંપૂર્ણ શારીરિક અને માનસિક વિકાસ સંપૂર્ણ પણે થતો નથી. તેમજ ૧ થી ૧૯ વર્ષનાં તમામ બાળકને  આલબેન્ડેઝોલ ગોળી ખવડાવવામાં આવશે કોઇ પણ બાળક રહી ન જાય

તેનું પણ ધ્યાન રાખવામાં આવશે અને બાકી રહેલ બાળકોને આગામી “મોપ અપ રાઉન્ડ” થકી ૩ જી માર્ચ, ૨૦૨૦ ને મંગળવારના રોજ આલબેન્ડેઝોલની ગોળી ખવડાવવામાં આવશે તેમજ વધુમાં કૃમિથી કેમ દુર રહી શકાય તેની વિસ્તૃત જાણકારી પણ તેમણે પૂરી પાડી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.