રાજપીપળાની ધો.૧રની બ્રેઈનડેડ વિદ્યાર્થિનીના અંગોનું દાન કરાયું
વડોદરા, રાજપીપળામાં રહેતી ૧૭ વર્ષની ધો.૧ર માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું આકસ્મિક મોત થતા તેના પરિવારજનોએ તેના અંગદાનનો નિર્ણય કરતા ૧૦ લોકોને નવજીવન મળ્યું છે.
રાજપીપળામાં રહેતી અને ધો.૧ર સાયન્સમાં અભ્યાસ કરતી ૧૭ વર્ષની વુંદા પટેલ નામની તરૂણીને ગંભીર હાલતમાં માંજલપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી.
બે દિવસની સારવાર પછી તેને બ્રેનડેડ જાહેર કરવામાં આવતા તેના બચવાના કોઈ ચાન્સ રહ્યા નહતા જે અંગે ડોકટર દ્વારા વૃંદાના પરિવારને જાણ કરવામાં આવી હતી તેમના સમાજમાં થોડા સમય અગાઉ પણ ૩પ વર્ષની એક મહિલાના અંગોનું દાન કરવામાં આવ્યું હતું.
તેના પ્રેરાઈને વૃંદાના પરિવારે પણ અંગદાનનો નિર્ણય લીધો હતો. તરૂણીના બે ફેફસા ચેન્નાઈ, હાર્ટ મુંબઈ, લિવર અમદાવાદ, બે કિડની અમદાવાદ, સ્વાદુપિંડ અમદાવાદ મોકલવામાં આવ્યા હતા. આ ઉપરાંત વૃંદાની બે આંખો પણ ડોનેટ કરવામાં આવી છે. અંગદાનના કારણે ૧૦ વ્યક્તિઓને સ્વસ્થ જીવન પ્રાપ્ત થશે.27